આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે તે પ્રમાણે કોચ છોકરીઓને વારાફરતી પટ્ટાથી ફટકારી રહ્યો છે. આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધું નિહાળી રહી છે.
2/4
રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાનો છે. બે છોકરીઓને કોચે પટ્ટા વડે ફટકારી હોવાના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્યુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી છોકરીઓ ફફડી રહી છે અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે.
3/4
આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ એક વ્યક્તિએ આ વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ક્લબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે.
4/4
અમદાવાદ: અમદાવાદની જાણીતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી છોકરીઓને કોચ હાર્દિક પટેલ તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. છોકરીઓ રીતસર આ કોચ હાર્દિકથી ફફડી ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.