હથિયાર કાઢીને ગોળીઓ છોડવાની ઘટનાઓના કારણે ગૃહવિભાગે હવે એક પરીપત્ર જીલ્લા પોલીસ વડાને તથા પોલીસ કમિશનરને પાઠવીને લગ્નપ્રસંગ કે કોઈપણ જાહેર કાર્યક્રમમાં ફાયરીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી દેવામાં આવશે.
4/6
આ વીડિયો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસીયાના પુત્રનો હોવાની ચર્ચા છે. આ લગ્ન પ્રસંગમાં મહિલા સહિત અન્ય લોકોએ પણ બંદૂક લહેરાવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ રાજર રહ્યા હતાં તેવી ચર્ચા ચાલી રહી છે.
5/6
વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર હાથમાં પકડીને વીડિયો ગ્રાફી કરાવવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરત જિલ્લામાં વાયરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર પોલીસના હોંશ ઉડાવી દીધા છે.
6/6
સુરતઃ જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધ વચ્ચે સુરતમાં લગ્નના વરઘોડામાં અચાનક ફાયરિંગ થતાં જાનૈયાઓના જીવ તળિયે ચોંટી ગયા હતા. જોકે ફાયરિંગ કરનાર કોઈ બીજું નહીં પણ વરરાજા જ હોવાનું જોતાં તમામે રાહતનો દમ લીધો હતો. પોતાના જ લગ્નમાં વરરાજાએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી લગ્નમાં અશાંત માહોલ ઉભો કર્યો હતો. આ વીડિયો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસીયાના પુત્રનો હોવાની ચર્ચા છે.