મહિલાએ ફક્ત લાફા જ નહીં પરંતુ લાતો અને ચપ્પલથી પણ રોમિયોની ધોલાઈ કરી હતી. આ ઘટના બની ત્યારે લોકોના ટોળાં વળી ગયા હતાં. હાજર લોકોમાંથી પણ બે ત્રણ લોકોએ પણ હાથ સાફ કર્યો હતો અને રોમિયોને ફટકાર્યો હતો.
5/6
સુરતમાં એક રોમિયો મહિલાને અંદાજે છેલ્લા 15 દિવસથી પરેશાન કરતો હતો. ત્યાર બાદ મહિલાએ મિજાજ ગુમાવી દેતાં આ રોમિયોને જાહેરમાં જ ઢીબી નાખ્યો હતો. જાહેરમાં તમાશો બનતા લોકોના ટોળાં વળ્યા હતાં. મહિલાએ રોમિયોને કોલર પકડીને ફટકાર્યો હતો. આ દરમિયાન રોમિયો ‘તમે કોણ છો’ એવા સવાલ કરી રહ્યો હતો. જોકે આવો સવાલ સાંભળતા જ મહિલાએ વ્યક્તિને લાત મારી હતી.
6/6
સુરતમાં એક રોમિયો મહિલાને જાહેરમાં પરેશાન કરતો હતો જેના કારણે મહિલાએ રોમિયોને જાહેરમાં ધોલાઈ કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ રોમિયો સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.