નોંધનીય છે કે મતગણતરી કેન્દ્ર પર પહોંચતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મંદિરમાં જઈને દર્શન કર્યા હતાં. ત્યાર બાદ સ્ટ્રોંગ રૂમ પર પહોંચ્યા હતાં.
2/5
જસદણ પેટા ચૂંટણીની મતગણતરી પહેલાં કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, જસદણના લોકોએ મતદાન કર્યું હતું તે બદલ હું આભાર માનું છું. લોકો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું છે તે જોતાં એવું લાગે છે કે આ સીટ અમે જીતવાના છે. લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એટલાં મતોથી અમે જીતવાના છીએ તેવો દાવો કરવામાં આવ્યો છે.
3/5
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ કહ્યું હતું કે, ભાજપની ખોટી બોલવાની ટેવ છે. બધાં પરિણામ થોડીવારમાં આવી જશે તેમાં ખબર પડી જશે કે કોણ જીતશે. જોકે અવસર નાકિયાએ દાવો કર્યો હતો કે, 10 વોટથી કોંગ્રેસ જીતશે.
4/5
ભાજપના ઉમેદવાર કુવરજી બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા આવી પહોંચ્યા હતા અને બંનેની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા. બંને જીતનો દાવો કરી રહ્યા છે.
5/5
જસદણ: જસદણ પેટાચૂંટણીનું પરિણામ આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં શરૂ થઈ ગયું છે. 14 ટેબલ પર કુલ 19 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવી રહી છે. 100થી વધુ બેલેટ પેપરની પણ ગણતરી કરવામાં આવી રહી છે.