શોધખોળ કરો
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આખરી ઓપ અપાયો, જાણો શું કરાઈ વ્યવસ્થા?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 10 Jan 2017 01:24 PM (IST)
1/6

મહાધર્મસભામાં ઉપસ્થિત લાખો લોકો સુધી સંતોના આશીર્વચન અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલનો સંદેશો પહોંચી શકે તે માટે ભવ્ય જેબીએલ વર્ટેક - 4889 સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. હાલમાં મંડપ, સમિયાણા વિભાગ માટે વિવિધ ટીમ કામ કરી રહી છે.
2/6

આ સ્ટેજની વિશેષતા એ રહેશે કે તે પીલરલેસ સીલીંગ સાથેનું બનાવવામાં આવશે. આ સ્ટેજ ઉપર એલઇડી સ્ક્રીન મેપીંગ સાથેનું બેકડ્રોપ બનશે. મહાધર્મસભા માટે લાખો લોકો બેસી શકે તે માટે 24,૦૦,૦૦૦ ફૂટ (ચોવીસ લાખ ફૂટ) ભવ્ય જગ્યામાં ગ્રાઉન્ડ અને બેરીકેટ બનાવાયા છે જયારે આ વિશાળ જગ્યામાં બેસવા માટે જાજમ પાથરવામાં આવી છે.
3/6

રાજકોટ : ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખોડલધામ મંદિર પરિસર ખાતે ભવ્યાતિભવ્ય તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે પરિસરમાં ચાર તબક્કામાં મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું છે.
4/6

તા.૧૭ થી ૨૦ એમ ચાર દિવસ માટે લાખો ભાવિકો ભોજન પ્રસાદ લેવાના છે, આ માટે ભવ્ય રસોડા વિભાગ ઉભો કરવામાં આવી રહ્યો છે. રસોડા વિભાગ માટે 4,00,000 ફૂટ (ચાર લાખ ફૂટ)નો મંડપ એરિયા વિભાગ વાઇઝ બનાવવામાં આવી રહ્યો છે. તા.21એ પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય દિવસ છે અને આ દિવસે મહાધર્મસભા યોજાનાર છે. મહાધર્મસભામાં 120 બાય 60 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે.
5/6

આ ડોમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 120 ફૂટ બાય 60 ફૂટનું ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ ઉપર ભવ્ય એલઇડી સ્ક્રીન જેની ઉપર મેપીંગ કરીને અલગ અલગ સ્ટેજની રચના કરવામાં આવી છે અને ઇન્ટેલિજન્ટસ લાઇટીંગ દ્વારા સ્ટેજનો ઝળહળાટ જોવા મળશે. જેમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને તમામ લોકો જોઇ શકે તે રીતે એલઇડી સ્ક્રીન મૂકવામાં આવશે.
6/6

આ અંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રોજેકટ ઇન્ચાર્જ શ્રી પરેશભાઇ ગજેરા અને મંડપ, ડોમ વિભગા સમિતિના શ્રી મિતુલભાઇ દોંગાએ જણાવ્યું હતું કે પરિસરમાં પ્રવેશ માટે મુખ્ય ફસાટ બનાવવામાં આવશે જે 1400 રનીંગ ફૂટનો હશે. જેમાં 6 ભવ્ય પ્રવેશદ્વાર હશે. બહારથી આવેલી ટીમ દ્વારા જોરશોરથી કામ ચાલી રહ્યું છે. તા.17 થી ૨૦ એમ ચાર દિવસ સુધી જયાં સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે ત્યાં 1,50,000 ફૂટ (દોઢ લાખ ફૂટ)નો ભવ્ય ડોમ બનાવવામાં આવ્યો છે.
Published at : 10 Jan 2017 01:24 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
દેશ
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાત
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
બિઝનેસ
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ટ્રેન્ડિંગ સમાચાર






















