મોરબીઃ પત્નીને અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાની શંકા પતિને પડતાં તેણે પોતાના બે મિત્રોની મદદથી પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીની હત્યા પછી લાશ કોથળામાં પૂરીને કોથળો જોધપર નદીના વહેણમાં નાંખી દીધો હતો. પોલીસે આ હત્યા કેસમાં પતિ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
2/5
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના અને ઊંચી માંડલ પાસે આવેલી સીબોન સિરામિકમાં કામ કરતી દુર્ગા પતિ ભુરા ડામોર સાથે રહેતી હતી. ભૂરો ધાર જિલ્લાનો વતની છે અને દુર્ગા તેની બીજી પત્ની તરીકે રહેતી હતી.
3/5
હત્યા કરનાર તેના પતિ સહીત ત્રણ આરોપીને પણ એલસીબીએ ઝડપી લીધા હતા. મોરબીના મચ્છુ ૨ ડેમ નજીક આવેલ જોધપર ગામ નજીક શનિવારે બપોરે પાણીના વહેણમાંથી મહિલાની લાશ તરતી મળી આવી હતી. ફોરેન્સિક પીએમ દરમિયાન મહિલાનું ગળું દબાવી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
4/5
બે દિવસ પહેલા પોલીસને જોધપર નદી કાંઠેથી પોલીસને કોથળામાંથી આ લાશ મળી આવી હતી. તપાસ કરતાં આ લાશ દુર્ગાની હોવાનું સામે આવતાં પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસે ભૂરાની પ્રાથમિક પૂછપરછ માટે એલસીબી કચેરીએ બોલાવી આગવી ઢબે પૂછપરછ કરતા ખુદ ભૂરાએ જ આડાસંબંધની શંકામાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
5/5
ભૂરાને દુર્ગાને અન્ય કોઈ યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા જતાં તેણે પોતાના બે મિત્ર સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર ઉર્ફે વિજય અર્જુન ભાભોરની મદદથી દુર્ગાની હત્યા કરી નાંખી હતી અને લાશ કોથળામાં ભરી નર્મદા કેનાલમાં ફેંકી દીદી હતી. જે પાણીના વહેણમાં તરીને ડેમ સુધી પહોંચી ગઈ હતી.