શોધખોળ કરો
કોલગર્લે લગ્નની ના પાડતાં ગીરનાર પરથી કૂદીને કરવાનો હતો આત્મહત્યા, જાણો બીજી ચોંકાવનારી વાતો
1/4

રાજકોટઃ ગઈ કાલે ભાવનગર રોડ પર થયેલી કોલગર્લની હત્યામાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હત્યામાં 28 વર્ષીય કોલગર્લ સોનીનો પ્રેમી જયદીપ સંડોવાયેલો છે. જયદીપ છેલ્લા બે એક વર્ષથી સોનીના પ્રેમમાં પાગલ હતો અને તેને આ ગંદી દુનિયામાંથી બહાર લાવીને તેની સાથે લગ્ન કરવાના સ્વપ્નો જોતો હતો. પરંતુ સોનીએ તેની મર્દાનગી અંગેના શબ્દો આકરા લાગતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.
2/4

જયદીપે કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે જ મારા માતા-પિતાનું અવસાન થયું હતું. મોટા ભાઇ છે પણ મારે તેની સાથે કોઇ વ્યવહાર નથી. નાનપણમાં મારી સાથે પણ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થયું હતું. મને હવે સોનીએ જ પ્રેમ આપ્યો હતો. પરંતુ હવે તે પૈસાને ચાહવા માંડી હોઇ વાત વણસી ગઇ હતી. સોનીને મેં ખુબ પ્રેમ કર્યો, પણ તેણે મારી સાથે બેવફાઇ કરતાં મેં તેને મારી નાંખી...હવે જે સજા મળે તે ભોગવી લઇશ. મને કોઇ અફસોસ નથી.
Published at : 20 Sep 2016 11:32 AM (IST)
View More





















