શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

‘સ્વિંગના સુલતાન’ ઈરફાન પઠાણનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, જાણો વિગતે

ભારતે 2007ના T20 વર્લ્ડકપની ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ફાઇનલ મેચમાં પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ પણ હતી. પઠાણના આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વડોદરા: ભારતના 2007 ટી-20 વર્લ્ડકપના હીરો ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલા ઈરફાન પઠાણે નિવૃતિની જાહેરાત કરતા કહ્યું કે, આજે હું તમામ પ્રકારની ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, પરંતુ આ એવી ક્ષણ છે જે તમામ ખેલાડીઓના જીવનમાં આવે છે. નાનકડી જગ્યાએથી અને મને સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાની તક મળી, જેની સૌ કોઈને તમન્ના હોય છે. ઈરફાને પોતાની ટીમના તમામ સભ્યો, કોચ, સ્પોર્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો. તેમણે કહ્યું કે , હું તે તમામ સાથીઓ, કોચ અને સ્પોર્ટ્સ સ્ટાફનો આભારી છું, જેઓએ મને હંમેશા સપોર્ટ કર્યો.  તેણે કહ્યું મેં વિચાર્યુ નહોતું કે આટલા લાંબા સમય સુધી રમી શકીશ. સ્વિંગના સુલતાનનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય રહેલા ઈરફાન પઠાણને સ્વિંગનો સુલતાન કહેવાતો હતો. 2006માં ટીમ ઈન્ડિયા પાકિસ્તાને પ્રવાસે ગઈ હતી. 29 જાન્યુઆરી, 2006થી ત્રીજી અને નિર્ણાયક મેચ રમાઈ હતી. મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગાંગુલીએ પ્રથમ ઓવર માટે ઈરફાનના હાથમાં બોલ સોંપ્યો હતો. તેણે ઓવરના છેલ્લા ત્રણ બોલ પર સતત 3 વિકેટ લઈને ટેસ્ટ કરિયરની પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે ચોથા બોલ પર સલમાન બટ્ટ, પાંચમા બોલ પર યુનૂસ ખાન અને છઠ્ઠા બોલ પર મોહમ્મદ યુસૂફની વિકેટ ઝડપી હતી.
2007 T20 વર્લ્ડકપની ફાઇનલમાં બન્યો હતો મેન ઓફ ધ મેચ ભારતે 2007ના T20 વર્લ્ડકપની ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ફાઇનલ મેચમાં પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ પણ હતી. પઠાણના આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ બાદ પઠાણે કહ્યું, આફ્રિદીને આઉટ કર્યા બાદ બધા ખેલાડીઓ ખુશીના માર્યા મારી પર ચઢી ગયા હતા. મેં બધાને કહ્યું કે, હટી જાવ મને શ્વાસ લેવા દો. વિશ્વકપ જીતવો મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી. વસીમ અક્રમને માનતો હતો આદર્શ ઇરફાન પઠાણ વસીમ અક્રમને તેનો આદર્શ માનતો હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, બાળપણથી જ હું તેને રમતો જોતો હતો. તેની બોલ ફેંકવાની એકશન, સ્વિંગ પર કાબેલિયત, રિવર્સ સ્વિંગ ફેંકવાની કલાએ મને ક્રિકેટ રમવા પ્રેરિત કર્યો હતો. તેમને જોઈને જ મેં ક્રિકેટ રમવાનો ફેંસલો લીધો હતો. ઈરફાનનું ઓલરાઉન્ડર પ્રદર્શન ભારત માટે ઈરફાન પઠાણે 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 T20 રમી હતી. 29 ટેસ્ટમાં તેણે 100 વિકેટ લીધી હતી. એક ઈનિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 59/7 વિકેટ છે, જ્યારે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ દેખાવ 126 રનમાં 12 વિકેટ છે. 120 વન ડેમાં તેણે 173 વિકેટ ઝડપી છે, જેમાં સર્વશ્રેષ્ઠ દેખાવ 27 રનમાં 5 વિકેટ છે. 24 T20 મેચમાં તેણે કુલ 28 વિકેટ ઝડપી છે. જેમાં જેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 16 રનમાં 3 વિકેટ છે.  ટેસ્ટમાં તેણે એક સદી (102) રનની મદદથી 1105 રન બનાવ્યા છે. જ્યારે વન ડેમાં 1544 રન બનાવ્યા છે, જેમાં તેનો  સર્વશ્રેષ્ઠ સ્કોર 85 રન છે.  T20માં તેનો બેસ્ટ સ્કોર અણનમ 33 રન છે.  INDvSL: 1 રન બનાવતાં જ રોહિત શર્માને પછાડી વિરાટ કોહલીના નામે નોંધાઈ જશે આ મોટો રેકોર્ડ, જાણો વિગત BJP સાંસદની ઓવૈસીને ધમકી, કહ્યું- ‘ક્રેનથી ઉલટો લટકાવીને કાપી નાંખીશ તારી દાઢી’ ગુવાહાટીમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ T20, CAAને લઈ વિરોટ કોહલીએ કહી ચોંકાવનારી વાત, જાણો વિગત CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget