શોધખોળ કરો

2011નો વર્લ્ડકપ આખી ટીમે જીતાડ્યો હતો, ધોનીની સિક્સરે નહીં: ધોનીના છેલ્લા શોટની વાતથી ક્યો ક્રિકેટર અકળાયો?

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ધોનીએ નુવાન કુલાસેખરાની બોલિંગમાં સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી.

નવી દિલ્હીઃ 2011માં ટીમ ઈન્ડિયાએ 2 એપ્રિલના દિવસે શ્રીલંકાને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો. જેના કારણે 28 વર્ષ બાદ ભારત ફરી એક વખત વિશ્વ વિજેતા બન્યું હતું. ટીમ ઈન્ડિયાએ ધોનીના નેતૃત્વમાં 2007ના ટી-વર્લ્ડકપ બાદ વધુ એક વખત ભારતને આજના દિવસે વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ધોનીએ નુવાન કુલાસેખરાની બોલિંગમાં સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી. ફાઈનલમાં શ્રીલંકા સામે 97 રનની ઈનિંગ રમનારા ગૌતમ ગંભીરે ધોની પર નિશાન સાધ્યું છે. ગંભીરે કહ્યુ, વર્લ્ડકપની જીત કોઈ એક ખેલાડીથી નહીં પરંતુ સમગ્ર ટીમના કારણે મળી હતી. આજના દિવસે ભારતને મળેલી જીતને લઈ ક્રિકેટ વેબસાઇટ ક્રિકઈન્ફોએ ક ટ્વિટ કર્યુ હતું. જેમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ફટકારવામાં આવેલી સિક્સરની તસવીર પોસ્ટ કરીને કહ્યું કે, આ શોટે 2011માં લાખો ભારતીયોને જશ્નમાં ડુબાડી દીધા હતા. જેનો જવાબ આપતા ગંભીરે ટ્વિટ કર્યું, આ માત્ર એક યાદગીરી છે. 2011નો વિશ્વકપ સમગ્ર ભારતીય ટીમ અને તેના સપોર્ટ સ્ટાફે જીત્યો હતો. 2011નો વર્લ્ડકપ આખી ટીમે જીતાડ્યો હતો, ધોનીની સિક્સરે નહીં: ધોનીના છેલ્લા શોટની વાતથી ક્યો ક્રિકેટર અકળાયો? 2011ની ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. 50 ઓવરમાં શ્રીલંકે 6 વિકેટના નુકસાન પર 274 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જયવર્દેનેએ અણનમ 103 રન બનાવ્યા હતા. સંગાકારાએ 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીરખાન અને યુવરાજ સિંહે 2-2 વિકેટ લીધી હતી. મુનાફ પટેલને એક સફળતા મળી હતી. વર્લ્ડકપ ટ્રોફી જીતવા 275 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 48.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 277 રન બનાવી 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો હતો. ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. ભારતે 31 રન સુધીમાં સેહવાગ અને સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ગંભીરે 97 રનની ઈનિંગ રમી વિકેટ જાળવી રાખી હતી. આ દરમિયાન તેણે કોહલી અને ધોની સાથે મોટી પાર્ટનરશિપ કરી હતી. પરંતુ 3 રન માટે સદી ફટકારવાથી ચુકી ગયો હતો. ધોની 91 રને અને યુવરાજ સિંહ 21 રને નોટઆઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી મલિંગાને 2 તથા પરેરા અને દિલશાનને 1-1 વિકેટ મળી હતી. 97 રનની ઈનિંગ રમનારા ગંભીરના બદલે ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

Embed widget