ડિવિલિયર્સે યુવા ખેલાડીઓને ક્રિકેટ શીખવાડતા કહ્યું કે, "જ્યારે તમે ક્રિઝ પર પગ મુકો છો અને ગાર્ડ લો છો તો બે વસ્તુઓ હંમેશા મગજમાં રાખો- પહેલી વસ્તુ ફિલ્ડરની જગ્યા જેથી બૉલને ખાલી જગ્યાએ રમી શકો, બીજી તે જગ્યા જ્યાં તમને લાગે છે કે બૉલર બૉલ ફેંકી શકે છે."
3/6
હાલમાં ક્રિકેટન મહાન ખેલાડીઓમાં ગણના પામનારા ડિવિલિયર્સે 23એ અચાનક સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. 34 વર્ષીય ડિવિલિયર્સે તે સમયે કહ્યું કે, આ તેમના માટે સન્યાસ લેવાનો યોગ્ય સમય છે.
4/6
વનડેમાં સૌથી ફાસ્ટ શતક અને અર્ધશતકનો રેકોર્ડ પોતાના નામે કરનારા ડિવિલિયર્સે પોતાની જિંદગીની કહાની વિશે વાત કરતાં કહ્યું, "પોતાના સપનાનો પીછો કરવો, ઇમાનદારીથી મહેનત કરવી, ભલે તમે ક્રિકેટના મેદાન પર હોવ કે ઘરે અને પોતાની જાત પર વિશ્વાસ રાખવો."
5/6
એબી ડિવિલિયર્સનું કહેવું છે કે, યુવા ખેલાડીઓને સફળ થવા માટે એવી વસ્તુઓથી દુર રહેવુ જોઇએ જે તેમને આગળ વધતા રોકતી હોય છે. ડિવિલિયર્સે કહ્યું, "એક ખેલાડીના જીવનમાં આવી અનેક વસ્તુઓ સામે આવે છે, જે તેમનું ધ્યાન ભટકાવી શકે છે. જ્યારે તમે ટૉપ પર પહોંચી જાઓ છો તો દરેક વ્યક્તિ તમારા જેવું બનવા માગે છે.
6/6
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક એબી ડિવિલિયર્સે તાજેતરમાં જ રિટાયરમેન્ટની જાહેરાત કરી કરીને આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. સન્યાસ લીધા બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં ડિવિલિયર્સે યુવા ખેલાડીઓને સક્સેસ થવા માટેની ટિપ્સ આપી છે હતી, તેમને કહ્યું કે, યુવા ખેલાડીઓને સફળ થવા માટે માત્ર પોતાની રમત પર જ ધ્યાન આપવું જરૂરી છે.