શોધખોળ કરો
ડીવિલિયર્સે પોતાની ગર્લફ્રેન્ડને તાજમહલ સામે કઈ રીતે કરેલું પ્રપોઝ? જાણો વિગત
1/5

આ ટોક શોમાં એબીની સાથે તેના બાળપણના હીરો અને દક્ષિણ આફ્રીકાના દિગ્ગજ ખેલાડી જોન્ટી રોડ્સ પણ હાજર હતા. જોન્ટી માટે ડિવિલિયર્સે કહ્યું, હું હંમેશા તેમના જેવો બનવા માગતો હતો અને મારી પાસે એક લીલી જોન્ટી કેપ હતી જેના પર પીળા રંગથી જોન્ટી લખેલ હતું. મેં આ ટોપી સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ ટેસ્ટ લાઈવ જોતા સમયે ખરીદી હતી. તે એક સારા ગુરુ હોવાની સાથે સારા વ્યક્તિ પણ છે.
2/5

મિ. 360ના નામથી જાણીતા ડિવિલિયર્સે કહ્યું, એ મારા જીવનની ખાસ પળ હતી. મેં ડેનિયલને પૂરી રીતે ચોંકાવી દીધી હતી. તેને આ સરપ્રાઈઝ વિશે કોઈ જાણકારી ન હતી અને પ્રપોઝ માટે આનાથી સારી કોઈ જગ્યા ન હતી. મને યાદ છે કે, જ્યારે હું પરત ફર્યો વિરાટે મને કહ્યું કે, તે અમારા માટે માપદંડ બહુ ઉંચા કરી દીધા છે. પરંતુ મને લાગે છે કે તેણે અનુષ્કા શર્મા સાથે લગ્ન કરીને યોગ્ય કર્યું છે.
Published at : 22 May 2018 01:48 PM (IST)
View More





















