ઈંગ્લેન્ડ લોર્ડસમાં 24 મેના રોજ પ્રથમ ટેસ્ટ રમશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 1 જૂને લીડ્સમાં રમાશે.
2/6
બટલરની ટીમમાં બેટ્સમેન તરીકે પસંદગી થઈ હોવાથી બેયરસ્ટો ટીમમાં વિકેટકિપર તરીકે ચાલુ રહેશે. સમરસેટના સ્પિનર ડોમિનિક બેસની ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે.
3/6
મુખ્ય પસંદગીકર્તા સ્મિથે કહ્યું કે, બટલર શાનદાર ખેલાડી છે. નાના ફોર્મેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેથી ટેસ્ટમાં તેની વાપસીનો આ યોગ્ય સમય છે.
4/6
2014માં ટેસ્ટ ડેબ્યૂ કરનારો બટલર ઇંગ્લેન્ડની ટીમમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. 2016માં ભારત પ્રવાસ વખતે ખરાબ પ્રદર્શન કરવાના કારણે તેને ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની ટીમમાં બેટ્સમેન તરીકે વાપસી થઈ છે.
5/6
ઇંગ્લેન્ડના નવા પસંદગીકાર એડ સ્મિથે પાકિસ્તાન સામે થનારી બે મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં જોસ બટલરને પણ સામેલ કરવામાં આવ્યો છે.
6/6
લંડનઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં પોતાની બેટિંગ દ્વારા ધમાકેદાર પ્રદર્શન કરી રહેલા વિકેટકિપર બેટ્સમેન જોસ બટલરની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સતત પાંચ મેચમાં અડધી સદી ફટકારીને બટલરે આઇપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આઈપીએલમાં તે અત્યાર સુધીમાં 550 રન બનાવી ચુક્યો છે.