નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધની ત્રણ મેચની સીરીઝના અંતિમ અને નિર્ણાયક વનડેમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. સીરીઝના અંતિમ વનડેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 71 રન બનાવીને આઉટ થયા હતા.
2/4
વિરાટ કોહલીએ પોતે આઉટ થવાને લઈને કહ્યું કે, હું અંડર-19ના દિવસોથી રાશિદ વિરૂદ્ધ રમી રહ્યો છું અને બોલ એકદમ ખતરનાક હતો. આ એવા બોલમાંથી એક હતો જેના પર રમ્યા બાદ તમે 'WOW' કરી શકો છો. હું હેરાન છું કે તેના બોલમાં ટર્ન સમયની સાથો ઓછો થયો છે, પરંતુ એ બોલ શાનદાર હતો.
3/4
વિરાટના એક્સપ્રેશનને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ પણ આવી. મેચ બાદ વિરાટે એ વાતનો ખુલાસો કર્યો કે આખરે શા માટે આદિલ રાશિદના બોલ પર તે હેરાન રહી ગયા હતા.
4/4
વિરાટ કોહીલની વિકિટ આદિલ રાશિદે લીધી હતી. તેણે વિરાટ કોહલીને ક્લીન બોર્ડ કર્યો હતો. બોલ્ડ થયા બાદ વિરાટ થોડા સમય સુધી ક્રીઝ પર ફ્રીજ થઈ ગયો અને તેના ચહેરા પર હેરાની સ્પષ્ટ જોવા મળી રહી હતી.