શોધખોળ કરો
Advertisement
બન્ને હાથે બોલિંગ કરી આ બોલરે વિરોધી ટીમને હંફાવી, જાણો વિગત
નવી દિલ્હી: ઇરાની ટ્રોફીમાં હાલમાં રણજી ચેમ્પિયન વિદર્ભ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે મેચ રમાઇ રઈ છે. આ મુકાબલામાં વિદર્ભ ટીમનો એક બોલર અક્ષય કર્ણેવાર ભારે ચર્ચામાં છે. જેણે મેચ દરમિયાન બન્ને હાથે બોલિંગ કરી સૌને ચોંકાવી દીધાં હતા.
ટેલેન્ટેડ બોલર અક્ષય કર્ણેવાર આમ તો ડાબા હાથે ઓફ સ્પિન બોલિંગ કરે છે. પરંતુ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે બન્ને હાથે બોલિંગ કરી વિરોધી ટીમના બેટ્સમેનોને હેરાન કરી નાખ્યાં હતા. બીસીસીઆઈએ તેની બોલિંગનો વીડિયો પોતાના ઓફિસિયલ વેબસાઇટ પર શેર કર્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
બન્ને હાથે બોલિંગ કરવા અંગે અક્ષયનું કહેવું છે કે સામાન્ય રીતે તે ઓફ સ્પિન બોલિંગ કરે છે. તેણે કહ્યું, હું ઘણા કામો બન્ને હાથોથી કરી લઉ છું. ઘણીવાર મારો પરિવાર પણ ચોંકી જાય છે કે હું કયા હાથે કયું કામ કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું કે મને ડાબા હાથે બોલિંગ કરવા મારા કોચે પ્રેરિત કર્યો હતો. અમારી ટીમમાં લેફ્ટ સ્પિનરની કમી હતી. જેના કારણે મે ડાબા હાથે બોલિંગ કરવાની ખૂબજ પ્રેક્ટિસ કરી અને તેમાં સફળતા મેળવી. હવે સ્થિતિ એવી છે કે હું બન્ને હાથે બોલિંગ કરી લઉં છું જે વિરોધી બેટ્સમેનોને પરેશાન કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement