શોધખોળ કરો
Advertisement
કોહલીની બેટિંગ પર ફીદા થઈ અમિતાભે લખ્યો આ ડાયલોગ, વિરાટે આપ્યો આવો જવાબ
વિન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં વિરાટ કોહલી કેરેબિયન બોલર્સ કેસરિક વિલિયમ્સના બોલ પર સિક્સ ફટકાર્યા બાદ ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં ‘નોટબુક સેલિબ્રેશન’ કરતો જવા મળ્યો હતો.
મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતના કેપ્ટન વિરાટ કહોલીએ આક્રમક બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. તે દરમિયાન કોહલીએ વિલિયમ્સના બોલ પર સિક્સ ફટકાર્યા બાદ ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં ‘નોટબુક સેલિબ્રેશન’ કરતો જવા મળ્યો હતો. જેને જોઈને ક્રિકેટ ચાહકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. કોહલીઆ મેચમાં અણનમ 94 રન ફટકાર્યા હતા.
કોહલીના જશ્ન કરવાના અંદાજ પર મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાની ફિલ્મ અમર અકબર એન્થોનીની જાણીતો ડાયલોગ લખ્યો છે.
અમિતાભના આ ટ્વિટ પર વિરાટ કોહલીએ પણ જવાબ આપતા લખ્યું કે, હાહાહા... ખૂબજ સરસ ડાયલોગ સર... આપ હંમેશાથી પ્રેરણાદાયક છો.T 3570 -
— Amitabh Bachchan (@SrBachchan) December 6, 2019
यार कितनी बार बोला मई तेरे को .. की Virat को मत छेड़ , मत छेड़ , मत छेड़ ...
पन सुनताइच किधर है तुम ...
अभी पर्ची लिख के दे दिया ना हाथ में !!!!
😜👏🤪
देख देख .. WI का चेहरा देख ; कितना मारा उसको , कितना मारा !!
( with due respects to Anthony bhai , of AAA ) pic.twitter.com/BypjyHdA86
વિરાટના દરેક સેલિબ્રેશનની પાછળ કોઇને કોઇ કારણ હોય છે. અહીં પણ એક ખાસ કારણ હતું. જો કે કોહલીએ કેસરિક વિલિયમ્સના એ ઉજવણીનો જવાબ આપ્યો હતો જ્યારે 2017મા ભારતીય કેપ્ટનને કેરેબિયન બોલરે 39 રનના સ્કોર પર આઉટ કર્યા બાદ ઉજવણી કરી હતી. મેચ બાદ જ્યારે કોહલીને એ જશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ સીપીએલ સાથે જોડાયેલ નથી. અસલમાં આ જમૈકા હતું. કેસરિકે મને આઉટ કર્યા બાદ કંઇક આવી જ ઉજવણી કરી હતી.Haha love the dialogue Sir. You’re always an inspiration. 🙌🏼
— Virat Kohli (@imVkohli) December 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement