શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાને વર્લ્ડ કપ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
આઈસીસી વર્લ્ડ કપ 2019 માટે ટીમની જાહેરાતનો ક્રમ ચાલુ જ છે. આ જ ક્રમમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈકાલે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019 માટે ટીમની જાહેરાતનો ક્રમ ચાલુ જ છે. આ જ ક્રમમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈકાલે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ પહેલા ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રીકાની ટીમની જાહેરાત કરી ચૂકી છે. હવે માત્ર બે વખતની વિજેતા વેસ્ટ ઇન્ડીઝની ટીમની જ જાહેરાત બાકી છે.
વર્લ્ડ કપ ટીમની પસંદી પહેલા બોર્ડે અસફર અફગાનને કેપ્ટન પદેથી હટાવ્યો હતો. તેની જગ્યાએ ફાસ્ટ બોલર ગુલ્બદીન નૈબને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ટીમના અનેક સભ્યોએ તેના પર સવાલ પણ ઉભા કર્યા હતા.
તેમ છતાં વર્લ્ડ કપમાં નૈબ જ અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે અસગર અફગાનને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમે વિતેલા વર્ષે ઝિમ્બાબ્વેમાં રમાયેલ વર્લ્ડ કપ ક્વોલિફાયર પોતાના નામે કરી બીજી વખત આ ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન નક્કી કર્યું.
અફઘાનીસ્થાનની ટીમઃ ગુલબદીન નૈબ (કેપ્ટન), મોહમ્મદ શહજાદ (વિકેટકીપ), નૂર અલી જદાન, હઝરતુલ્લાહ જજઈ, રહમત શાહ, અસગર અફગાન, હશમતુલ્લા શાહિદી, નજીબુલ્લાહ જાદરાન, સમીઉલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દાવત જદરાન, આફતાબ આલમ, હામિદ હસન, મુજીબ ઉર રહમાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement