શોધખોળ કરો
Advertisement
મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામીની બાયોપિકમાં કામ કરશે આ એક્ટ્રેસ કામ, નામ જાણીને ચોંકી જશો
હાલમાં બાયોપિક ફિલ્મ બનાવવાનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક ક્રિકેટ સ્ટાર્સ પર ફિલ્મ બની રહી છે.
નવી દિલ્હીઃ ફિલ્મ અને રમતનો જૂનો સંબંધ છે. અત્યાર સુધી અનેક ખેલાડીઓ પર ફિલ્મ બની ચૂકી છે અને જો ફિલ્મ કોઈ ક્રિકેટર પર બની રહી હોય તો દર્શકોનો ઉત્સાહ વધી જાય છે. જ્યારે હવે વધુ એક ક્રિકેટરના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. અહેવાલ છે કે, મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે અને આ ફિલ્મમાં જુલનની ભૂમિકા બીજુ કોઈ નહીં પણ ક્રિકેટરની પત્ની અનુષ્કા શર્મા પ્લે કરવા જઈ રહી છે.
હાલમાં મીડિયામાં અનુષ્કા શર્મા દ્વારા જુલન ગોસ્વામીની બાયોપિક કરવાની ચર્ચા ચાલી રહી છે. એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ફિલ્મ ઝીરો બાદ કોઈ ફિલ્મ કરી નથી. કહેવાય છે કે, તે આ બાયોપિકથી વાપસી કરશે. જોકે તેને લઈને અનુષ્કા શર્માએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
હાલમાં બાયોપિક ફિલ્મ બનાવવાનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક ક્રિકેટ સ્ટાર્સ પર ફિલ્મ બની રહી છે. જ્યાં એક્ટર રણવીર સિંહ પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવની બાયોપિક લઈને આવી રહ્યા છે. તો તાપસી પન્નૂ પણ મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં જોવા મળશે. આ પહેલા પણ ક્રિકેટર સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની પણ ફિલ્મ બની ચૂકી છે.
જ્યારે જો જુલનની કારકિર્દીની વાત કરીએ તો જુલન ગોસ્વામીએ વર્ષ 2002માં ડેબ્યૂ કર્યું હતું. તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકી છે. તેની સાથે સાથે તે સારી બોલર પણ હતી. જુલને દસ ટેસ્ટ મેચમાં 40 વિકિટ લીધી હતી. જ્યારે વનડેમાં તેણે 225 વિકેટ પોતાના નામે કરી હતી. જુલનનો ટી20માં પણ સારો રેકોર્ડ રહ્યો છે. આ ફોર્મેટમાં તેણે 68 મેચમાં 56 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement