તેને શ્રીલંકામાં ચાર દિવસીય મેચો માટે પસંદ કરવામાં આવ્યો છે પણ વન-ડે ટીમનો ભાગ નથી. અર્જુન અગાઉ પણ ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળી ચૂક્યો છે. જણાવી દઈએ કે, તે ઈંગ્લિશ ટીમના ખેલાડીઓને પણ બોલિંગ કરી ચૂક્યો છે. 6 ફૂટ 1 ઈંચની ઊંચાઈ ધરાવતો અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે અને નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ કરે છે.
2/4
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ રવિ શાસ્ત્રી અને અર્જુન તેંદુલકરની તસવીર સોશિયલ મીડયા પર શેર કરી. અર્જુનને જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતની અન્ડર-19 ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે.
3/4
આ દરમિયાન ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ અર્જુનને બોલિંગની કેટલીક ટિપ્સ પણ આપી. પ્રેક્ટિસ દરમિયાન બધાની નજરો અર્જુન પર જ ટકેલી હતી.
4/4
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમને સોમવારે ઇંગ્લેન્ડમાં પોતાના પ્રથમ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો. આ દરમિયાન ખેલાડીઓએ ખૂબ પસીનો વહાવ્યો, કારણ કે બુધવારે ભારતીય ટીમ આયરલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝનો પ્રથમ મેચ રમશે. આ પ્રેક્ટિસ સત્ર દરમિયાન લોકોની નજર પૂર્વ મહાન ભારતીય ક્રિકેટ સચિન તેડુંલકરના દીકરા અર્જુન પર હતી જેણે વિરાટ કોહલીની ટીમ સાથે પ્રેક્ટિસ ભાગ લીધો હતો અને બોલિંગ કરી હતી.