મેચ બાદ ભુવનેશ્વર કુમારે કહ્યું કે, કોઇ પણ ટીમને નાના સ્કોર પર ઓલઆઉટ કરવા માટે જરૂરી છે કે શરૂઆતમાં વિકેટ ઝડપવી જોઇએ. અમારી ટીમે એમ જ કર્યું. એવી પીચ પર જ્યારે બોલને સ્વિંગ કરવું મુશ્કેલ છે ત્યારે તમારે એમ કરવું પડે છે. મે બોલને બેક ઓફ લેન્થ પિચ કરાવ્યો અને સ્ટંમ્પ પર સતત હિટ મારવાનો પ્રયાસ કર્યો. આવી પરિસ્થિતિમાં બોલર માટે આ પ્રકારની બોલિંગથી જ તક ઉભી થાય છે. મારો એ જ પ્લાન હતો કે હું બેટ્સમેનને વધુ રન બનાવવાની તક ના આપું જેથી તે ભૂલ કરવા પર મજબૂર થઇ જશે. તેમને આઉટ કરવાની આ શાનદાર રીત હતી.
3/3
દુબઇઃ એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયાએ આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતની જીતના હિરો રહેલા ભુવનેશ્વર કુમારને મેન ઓફ ધ મેચ અપાયો હતો. જીત બાદ ભુવનેશ્વર કુમારે પાકિસ્તાન સામેનો પોતાનો ગેમ પ્લાન જણાવ્યો હતો. ભુવી પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. પરંતુ દુબઇની સુખી પિચો અને ગરમીના મોસમમાં બોલિંગ કરવી કઠીન હતી તેમ છતાં ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી સાત ઓવરમાં ફક્ત 15 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.