વિશ્વકપમાં પાકિસ્તાન સામે દબદબો રાખનારી ભારતીય ટીમ પર પાકિસ્તાન એશિયા કપમાં ભારે પડ્યું છે. જો આ વખતે ભારત પાકિસ્તાનને હરાવવામાં સફળ રહેશે તો ટુર્નામેન્ટમાં જોરદાર મુકાબલો જોવા મળશે તેમાં શંકા નથી.
2/4
નવી દિલ્હીઃ એશિયા કપ 2018 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. એશિયાની છ મોટી ક્રિકેટ ટીમો વચ્ચે 15 થી 28 સપ્ટેમ્બર વચ્ચે યુએઈમાં મુકાબલા રમાશે. યુએઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ અને શેખ જાયદ સ્ટેડિયમમાં આ ટીમો વચ્ચે ટક્કર થશે.
3/4
2016માં એશિયા કપ પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપી હતી. એટલું જ નહીં અંતિમ વખતે 2016માં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત વિજેતા બન્યું હતું.
4/4
અશિયા કપમાં અત્યાર સુધી ભારત સામે પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 12 વખત મુકાબલા થયા છે. જેમાં ભારતનો 5 અને પાકિસ્તાનના 6માં વિજય થયો છે. જ્યારે એક મુકાબલાનું કોઈ પરિણામ આવ્યું નથી.