નવી દિલ્હીઃ આજે એશિયા કપમાં ભારતની પહેલી વનડે મેચ છે. ભારત સાંજે હોંગકોંગની ટીમ સામે ટકરાશે, હવે ભારતની ખરી કસોટી ચીર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાની સામે બુધવારે થવાની છે. આ પહેલા જ કેપ્ટન રોહિત શર્માએ એક મોટો ખુલાસો કરીને ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ બતાવી છે.
2/5
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકવર્ષમાં ભારતને મીડિય ઓર્ડર બેટ્સમેનોના લચર-કંગાળ પ્રદર્શનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં તે ખુલીને સામે આવી છે.
3/5
રોહિતે સ્પષ્ટ કર્યુ છે કે મનિષ પાંડે, કેદાર જાદવ અને અંબાતી રાયુડુ જેવા બેટ્સમેનો માટે મીડિલ ઓર્ડરની જગ્યા માટે મુકાબલો છે. પ્રેક્ટિસ દરમિયાન રોહિતે કહ્યું, કેટલાક સ્થાનો ભરવાના બાકી છે, જેમાં ત્રીજા, ચોથા અને છઠ્ઠા નંબરનો સમાવેશ થાય છે.
4/5
5/5
એશિયા કપ 2018માં કેપ્ટન તરીકે ટીમને સંભાળનાર રોહિત શર્માએ ખુલાસો કરતાં કહ્યું કે, ટીમનો મીડિલ ઓર્ડર હજુ પણ પુરેપુરો વ્યવસ્થિત નથી, એશિયા કપ દરમિયાન તેમનુ લક્ષ્ય ચોથા અને છઠ્ઠા નંબરના બેટ્સમેન પર રહેશે.