એશિયા કપની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર દુબઇમાં રમાશે. નોંધનીય છે કે, ટૂર્નામેન્ટની બધી મેચો ડે-નાઇટ, જે ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગ્યાથી શરૂ થશે.
3/6
સુપર ફૉર સ્ટેજ મેચોમાં.... 21 સપ્ટેમ્બર - ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર-અપ (દુબઇ), 21 સપ્ટેમ્બર - ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર-અપ (અબુધાબી), 23 સપ્ટેમ્બર - ગ્રુપ A વિજેતા vs ગ્રુપ A રનર-અપ (દુબઇ), 23 સપ્ટેમ્બર - ગ્રુપ B વિજેતા vs ગ્રુપ B રનર-અપ (અબુધાબી), 25 સપ્ટેમ્બર - ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B વિજેતા (દુબઇ), 26 સપ્ટેમ્બર - ગ્રુપ A રનર-અપ vs ગ્રુપ B રનર-અપ (અબુધાબી).
4/6
એશિયા કપનું પુરેપુરુ ટાઇમ ટેબલઃ ગ્રુપ સ્ટેજની મેચોમાં... 15 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ vs શ્રીલંકા (દુબઇ), 16 સપ્ટેમ્બર - પાકિસ્તાન vs હોંગકોંગ (દુબઇ), 17 સપ્ટેમ્બર - શ્રીલંકા a vs આફગાનિસ્તાન (અબુધાબી), 18 સપ્ટેમ્બર - ભારત vs હોંગકોંગ (દુબઇ), 19 સપ્ટેમ્બ - ભારત vs પાકિસ્તાન (દુબઇ), 20 સપ્ટેમ્બ - બાંગ્લાદેશ vs આફગાનિસ્તાન (અબુધાબી).
5/6
ટૂર્નામેન્ટની બધી મેચો અબુધાબી અને દુબઇમાં રમાશે, ફાઇનલ સહિત આ ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે અને અંતે 28 સપ્ટેમ્બરે દુબઇમાં ફાઇનલ રમાઇને ટૂર્નામેન્ટનુ સમાપન થશે. ટૂર્નામેન્ટમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે, અહીં અમે ગ્રુપ વાઇઝ કઇ મેચમાં કોણ કોની સામે ટકરાશે અને ક્યાં રમાશે તેની માહિતી આપી રહ્યાં છીએ.
6/6
નવી દિલ્હી: એશિયા કપ 2018ની શરૂઆત આગામી 15મી સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલેથી શરૂ થઈ રહી છે. જેમાં એશિયાઈ દિગ્ગજ ખેલાડીઓના સૌથી મોટા મુકાબલા થશે. આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, આફગાનિસ્તાન અને હોંગકોંગ સાથે 6 ટીમો ભાગ લઇ રહી છે. ક્રિકેટ પ્રેમીઓ 19 તારીખની રાહ જોઈ રહ્યા છે. જ્યારે એક વર્ષના લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને હશે. ટૂર્નામેન્ટ યુએઇમાં રમાશે.