શોધખોળ કરો
એશિયા કપઃ ક્રિકેટના મેદાન પર એક વર્ષ બાદ મલિંગાની ધમાકેદાર વાપસી, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15204257/malinga.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![બીજા સ્પેલમાં મલિંગાએ પ્રથમ વન ડે અડધી સદી ફટકારનાર મોહમ્મદ મિથુન (63)ને કુસલ પરેરાના હાથે કેચ આઉટ કરાવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ તે પછીની ઓવરમાં કુસલ પરેરાને પેવેલિયન મોકલીને બાંગ્લાદેશના મોટા સ્કોર કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15204326/malinga4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજા સ્પેલમાં મલિંગાએ પ્રથમ વન ડે અડધી સદી ફટકારનાર મોહમ્મદ મિથુન (63)ને કુસલ પરેરાના હાથે કેચ આઉટ કરાવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ તે પછીની ઓવરમાં કુસલ પરેરાને પેવેલિયન મોકલીને બાંગ્લાદેશના મોટા સ્કોર કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.
2/4
![વન ડે ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક લેનારા મલિંગાએ એશિયા કપ 2018ની પ્રથમ મેચની પ્રથમ ઓવરમાં જ બાંગ્લાદેશને બે ઝટકા આપ્યા હતા. પાંચમા બોલ પર લિંટન દાસને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો તો છેલ્લા બોલ સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને સ્વિંગ બોલમાં બોલ્ડ કર્યો. જે બાદ પૂર્વ કેપ્ટન મુશફિકુર રહીમે તેને હેટ્રિકથી રોકી લીધઓ પરંતુ તેની સામે બાંગ્લાદેશના બેટ્સમેનો સરળતાથી રન બનાવી શકતા નહોતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15204322/malinga3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વન ડે ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક લેનારા મલિંગાએ એશિયા કપ 2018ની પ્રથમ મેચની પ્રથમ ઓવરમાં જ બાંગ્લાદેશને બે ઝટકા આપ્યા હતા. પાંચમા બોલ પર લિંટન દાસને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો તો છેલ્લા બોલ સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને સ્વિંગ બોલમાં બોલ્ડ કર્યો. જે બાદ પૂર્વ કેપ્ટન મુશફિકુર રહીમે તેને હેટ્રિકથી રોકી લીધઓ પરંતુ તેની સામે બાંગ્લાદેશના બેટ્સમેનો સરળતાથી રન બનાવી શકતા નહોતા.
3/4
![મલિંગાના નામે એશિયા કપમાં 32 વિકેટ થઈ ગઈ છે. તેણે તેના જ દેશના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડ્યો છે. મુરલીધરને 24 મેચમાં 30 વિકેટ લીધી હતી, જ્યારે મલિંગાએ માત્ર 14 મેચમાં જ આ રેકોર્ડ બનાવી લીધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15204318/malinga2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલિંગાના નામે એશિયા કપમાં 32 વિકેટ થઈ ગઈ છે. તેણે તેના જ દેશના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડ્યો છે. મુરલીધરને 24 મેચમાં 30 વિકેટ લીધી હતી, જ્યારે મલિંગાએ માત્ર 14 મેચમાં જ આ રેકોર્ડ બનાવી લીધો છે.
4/4
![નવી દિલ્હીઃ એક વર્ષ બાદ વનડે ટીમમાં પરત ફરેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ એશિયા કપની પ્રથમ મેચમાં જ ધમાકેદાર બોલિંગ કરીને એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. પોતાની એકશનથી વિશ્વ ભરના બેટ્સમેનોને ડરાવનારો મલિંગા એશિયા કપમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની ગયો છે. મલિંગાએ તેના 10 ઓવરના સ્પેલમાં 23 રન આપી 4 વિકેટ લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15204313/malinga1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ એક વર્ષ બાદ વનડે ટીમમાં પરત ફરેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ એશિયા કપની પ્રથમ મેચમાં જ ધમાકેદાર બોલિંગ કરીને એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. પોતાની એકશનથી વિશ્વ ભરના બેટ્સમેનોને ડરાવનારો મલિંગા એશિયા કપમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની ગયો છે. મલિંગાએ તેના 10 ઓવરના સ્પેલમાં 23 રન આપી 4 વિકેટ લીધી હતી.
Published at : 15 Sep 2018 08:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)