એશિયા કપમાં પાકિસ્તાનની સતત હારને લઇને સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની ફેન્સે અલગ અંદાજમાં મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. અહીં તેની કેટલીક તસવીરો પણ છે.
7/9
બાંગ્લાદેશ તરફથી મુશફિકુર રહિમે સર્વાધિક 99 (116 બૉલ) રન બનાવ્યા હતા. પાકિસ્તાની ટીમે સંઘર્ષ કરતાં ઓપનર ઇમામ ઉલ હકે 83 (105 બૉલ) રનની ઉપયોગી ઇનિંગ રમી હતી જોકે, જીત અપાવી શક્યો ન હતો.
8/9
હવે બાંગ્લાદેશ આવતીકાલે દુબઇમાં ભારત સામે એશિયા કપની ફાઇનલ મેચમાં ટાઇટલ માટે ટકરાશે. ગઇકાલની મેચમાં ટૉસ જીતીને બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 239 રન કર્યા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 202 રનના સ્કૉર સાથે ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશે 37 રનથી મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
9/9
નવી દિલ્હીઃ ગઇકાલે એશિયા કપની કરો યા મરોના જંગમાં પાકિસ્તાની ટીમની કારમી હાર થઇ, બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાની ટીમને શરમજનક રીતે હરાવીને એશિયા કપની ફાઇનલમાં જતી અટકાવીને બહાર ફેંકી દીધી. જીતની સાથે બાંગ્લાદેશને ફાઇનલની ટિકીટ મળી ગઇ છે, તો સોશ્યલ મીડિયા પર પાકિસ્તાની ટીમની લોકોએ અલગ અલગ મેમે બનાવીને મજાક ઉડાવવાની શરૂ કરી દીધી છે.