શોધખોળ કરો
Asian Games 2018: શૂટર અપૂર્વી-રવિએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ, પહેલવાન સુશીલની હાર

જકાર્તા: એશિયન ગેમ્સ 2018નો પ્રારંભ રવિવારથી થઈ ચુક્યો છે. ત્યારે ભારતે બ્રોન્ઝ મેડલથી ખાતુ ખોલાવ્યું છે. 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની અપૂર્વી ચંડેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઈનલમાં આ જોડીએ 429.9 સ્કોર બનાવ્યો હતો. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ચીની તાઈપેની જોડીએ 494.1 પોઈન્ટ્સ મેળવીને જીત્યો હતો. જ્યારે બીજી તરફ ભારતના અનુભવી પહેલવાન અને બે વખત ઓલમ્પિક મેડાલિસ્ટ સુશિલ કુમાર પુરુષોની 74 કિલોગ્રામ સ્પર્ધામાં ક્વાલિફિકેશન રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મહત્વના મુકાબલામાં સુશીલને બહેરીનના એડમ બાતિરોવે 5-3થી માત આપી હતી. જ્યાં પહેલવાન સંદીપ તોમરે સારી શરૂઆત કરાત પુરુષોની 57 કિલોગ્રામ સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમં જગ્યા બનાવી લીધી છે. સંદીપને પ્રી-ક્વાર્ટરમાં તુર્કેમેનિસ્તાનના પહેલવાન રુસ્તમ નાજારોવને 12-8 થી માત આપી હતી. ભારીતય મહિલા કબ્બડ્ડી ટીમે પણ જીત શરૂઆત કરી દીધી છે. ભારતીય ટીમે ગ્રુપ-એ માં રમાયેલા મુકાબલામાં જાપાનને 43-12થી આકરી હાર આપી હતી. એવામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમ એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવવા માટે વિજયી શરૂઆત કરી ચૂકી છે. આ પહેલા ભારતીય પુરષ કબડ્ડી ટીમે પૂલ એ ના મુકાબલામાં બાંગ્લાદેશને 50-21 થી હરાવ્યું હતું. બન્ને ટીમોથી ગોલ્ડ મેડલ જીતવાની ઉમ્મીદ કરવામાં આવી રહી છે. મહિલઓની ટ્રેપ શૂટિંગ ઈવેન્ટમાં ભારતની શ્રેયસી સિંહ અને સીમા તોમરે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. શ્રેયસી 71 પોઈન્ટ્સ સાથે બીજા નંબર પર છે. જ્યારે સીમા તોમરનો ચોથું સ્થાન મળ્યું છે.
વધુ વાંચો




















