![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Asian Games 2023 Day 10 Live: બોક્સિંગમાં પ્રીતિ પવારે જીત્યો બ્રોન્ઝ, લવલીના ફાઇનલમાં પહોંચી
Asian Games 2023 Day 10 Live: આ સિવાય સ્ક્વોશમાં દીપિકા પલિક્કલ પર નજર રહેશે. ભારતીય તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવાના ઇરાદા સાથે ઉતરશે
LIVE
![Asian Games 2023 Day 10 Live: બોક્સિંગમાં પ્રીતિ પવારે જીત્યો બ્રોન્ઝ, લવલીના ફાઇનલમાં પહોંચી Asian Games 2023 Day 10 Live: બોક્સિંગમાં પ્રીતિ પવારે જીત્યો બ્રોન્ઝ, લવલીના ફાઇનલમાં પહોંચી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/569c91c726c910ec1dda9a4309ee8225169630062242274_original.jpg)
Background
Asian Games 2023 Day 10 Live: એશિયન ગેમ્સના દસમા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે નેપાળ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તે સિવાય એશિયન ગેમ્સમાં કબડ્ડી ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ નેપાળના પડકારનો સામનો કરશે. આ સિવાય ભારતીય કબડ્ડી ટીમ પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ સામેની મેચથી કરશે.
સ્ક્વોશમાં દીપિકા પલ્લિકલ પર નજર
મંગળવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, કિંદામી શ્રીકાંત અને અન્ય ઘણા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. આ સિવાય સ્ક્વોશમાં દીપિકા પલિક્કલ પર નજર રહેશે. ભારતીય તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવાના ઇરાદા સાથે ઉતરશે. આ પહેલા એશિયન ગેમ્સના 9મા દિવસે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 60 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ મેડલ ઉપરાંત 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
એશિયન ગેમ્સમાં સોમવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. સોમવારે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. આ 7 મેડલમાંથી એથ્લેટ્સે ભારત માટે 5 મેડલ જીત્યા હતા. આજની રમતના અંત સુધી, તેજસ્વિન શંકર 4260 પોઈન્ટ સાથે ડેકાથલોનમાં ટોચ પર છે. ભારતીય ટીમને 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ મળ્યો. આજે અગાઉ, સ્કેટરોએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પછી બપોરે ટેબલ ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે સાંજથી એથ્લેટિક્સ ઈવેન્ટ્સનો પ્રારંભ થયો હતો.
સ્કેટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા ટીમે સ્કેટિંગ 3000 મીટર રિલેમાં 4:34.861ના સમય સાથે મેડલ જીત્યો હતો. આ પછી, પુરુષોની ટીમે 4:10.128ના સમય સાથે રિલે ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીને બ્રોન્ઝ
જો કે, ટેબલ ટેનિસમાં સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીને સેમિફાઇનલમાં કોરિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. કોરિયન ખેલાડીએ ભારતીય જોડીને 1-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11થી હરાવી હતી.
સ્ટીપલચેઝ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યો
પારુલ ચૌધરીએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. જ્યારે આ ઈવેન્ટમાં પ્રીતિએ બ્રોન્ઝ કબજે કર્યો હતો. સોજને વિમેન્સ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો.તેણે મહિલાઓની લોંગ જમ્પમાં 6.63 મીટરના જમ્પ સાથે સિલ્વર જીત્યો હતો. આ સિવાય ભારતના મુહમ્મદ અનસ, જિસ્ના મેથ્યુ, ઐશ્વર્યા મિશ્રા, સોનિયા બૈશ્યા, મુહમ્મદ અજમલે મિશ્ર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Asian Games Live: લવલિના બોક્સિંગમાં ફાઇનલમાં પહોંચી
બોક્સિંગમાં લવલિના બોરગોહેન મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચી છે. તેણે થાઈલેન્ડની બાઇસન સામેની મેચ 5-0ના માર્જિનથી જીતી હતી. તેણે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પણ મેળવી લીધી છે.
Lovely game by LOVLINA 💥🥊
— SAI Media (@Media_SAI) October 3, 2023
🇮🇳's Boxer @LovlinaBorgohai conquers her semifinal bout and marches into the 75kg FINAL 🤩🔥
Despite a tough match, our champ not only won the bout but also bagged the #Paris2024 Olympics quote in Boxing💯👍🏻
Many Congratulations!#Cheer4India… pic.twitter.com/Gzi9sXDPsN
Asian Games Live: પ્રીતિએ બ્રોન્ઝ મેડલ જીત્યો
પ્રીતિ પવારે બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ સેમીફાઈનલમાં ચીનની યુઆન ચાંગ સામે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, સારી વાત એ હતી કે પ્રીતિને પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ મળ્યો હતો.
BRONZE FOR PREETI🥉
— SAI Media (@Media_SAI) October 3, 2023
🇮🇳's Preeti clinches the Bronze🥉 after going down in a hard-fought semifinal bout at the #AsianGames2022 in 54kg Weight Category 💥🥊
With this medal, the Bronze 🥉 count of India stands at 2️⃣5️⃣ currently
Well done, champ✅#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/W4vVR72X09
Asian Games 2023 Live: ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં પહોંચી
ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
Asian Games 2023 Live: ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત
એશિયન ગેમ્સ 2023માં છેલ્લી પુલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે હોંગકોંગને હરાવ્યું છે. જો કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમિફાઈનલમાં પ્રવેશી ચૂકી છે, પરંતુ આ જીત ટીમનું મનોબળ વધુ વધારશે. ભારતીય ટીમે હોંગકોંગ પર 13-0થી જીત મેળવી હતી
🇮🇳 SEMIFINAL BOUND!🏑
— SAI Media (@Media_SAI) October 3, 2023
Our 🇮🇳 Women's Hockey Team has powered their way into the semifinals after defeating 🇭🇰 by 13-0 in the last league match of the #AsianGames2022 👍
So far, our girls have played 4 league matches (including today) which ended with 3 wins & 1 draw to finish… pic.twitter.com/NfJTGkw0LJ
Asian Games 2023 Live: ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો
એશિયન ગેમ્સ 2023ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 49 બોલમાં 100 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે માત્ર 15 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)