Parul Chaudhary Wins Gold: પારુલ ચૌધરીએ રચ્યો ઈતિહાસ, 5000 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો
એશિયન ગેમ્સનો આજે 10મો દિવસ છે. ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે 10મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.
પારુલ ચૌધરીએ ગોલ્ડ જીત્યો
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા 64 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 14 ગોલ્ડ મેડલ જીત્યા છે.
મેડલ ટેલીમાં ભારત કેટલામાં ક્રમે
Powerhouse Parul grabs a #GloriousGold🥇in Women's 5000m 🥳
— SAI Media (@Media_SAI) October 3, 2023
Second time around, she proves that charm and determination pay off, securing her remarkable second medal at #AsianGames2022.
Clocking 15:14.75, Parul's performance is absolutely 🔥!
Heartiest congratulations champ!… pic.twitter.com/NRfxSBJXwH
400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ
ભારતે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
કબડ્ડીમાં શાનદાર જીત
ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને 56-23થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું.
બોક્સિંગ ફાઇનલમાં લવલિના, મેડલ કન્ફર્મ
ભારતની સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લવલિનાએ મેડલ પાક્કો કર્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી
આજે સવારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.