નવી દિલ્હીઃ 18મા એશિયન ગેમ્સના સાતમા દિવસની શરૂઆત ભારત માટે બ્રોન્ઝ મેડલથી થઇ છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને વિકેટકિપર દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલને સ્કવોશ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. દીપિકાને મલેશિયાની ખેલાડી નિકોલ ડેવિડ સામે 3-0થી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે દીપિકાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
2/3
બીજી તરફ બેન્ટમિન્ટનમાં પીવી સિંધુ અને સાયના નેહવાલે પોતાના હરિફોને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લીધો હતો. આ અગાઉ ભારતના દોડવીર મોહમ્મદ અનસ યાહિયા અને રાજીવ અકોરિયાએ પુરુષોની 400 મીટર સ્પર્ધાની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. સાયનાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ફિતરાનીને 21-6, 21-14થી હરાવી દીધી હતી. સાયનાને જીતવા માટે 31 મિનિટ લાગી હતી. સિધુએ પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની મારિસ્કા ટુનજુંગને 21-12,21-15થી હાર આપી હતી.
3/3
હવે સ્કવોશની મહિલા સિંગલ્સના એક અન્ય સેમિફાઇનલમાં ભારતની જોશના ચિનપ્પા પર નજર રહેશે. તે સિવાય પુરુષ સિંગલ્સ સેમિફાઇનલમાં સૌરવ ઘોષાલ ઉતરશે. બીજી તરફ દુતી ચંદ 100 મીટર રેસ માટે મેદાનમાં ઉતરશે. તે સિવાય હિમા દાસઔર નિર્મલા શેરોન 400 મીટર રેસમાં પોતાનો દાવો રજૂ કરશે.