શોધખોળ કરો
Advertisement
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાએ વન-ડે ટીમની કરી જાહેરાત, કયા-કયા ખેલાડીઓને પડતાં મુકાયા? જાણો વિગત
આસ્ટ્રેલિયન ટીમે પોતાની ટીમમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું નથી.
નવી દિલ્હી: જાન્યુઆરી મહિનામાં ભારત વિરૂદ્ધ રમાનારી ત્રણ વન-ડે સીરિઝને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. આસ્ટ્રેલિયન ટીમે પોતાની ટીમમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું નથી. આ ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ, નાથન લાયન અને માર્કસ સ્ટોયરિસ જેવા નામ સામેલ છે.
ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનારા માર્નસ લાબુશેનને 14 સભ્યોની ટીમનો હિસ્સા બનાવવામાં આવ્યો છે. બીજી તરફ હેજલવુડની વન-ડેમાં વાપસી થઈ છે. મોટા સમાચાર એ છે કે, વન-ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં એન્ડ્રયૂ મેકડોનલ્ડને હેડ કોચ બનાવવામાં આવ્યા છે જ્યારે જસ્ટિન લેંગરને આરામ આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન એરોન ફિન્ચ સંભાળશે. એલેક્સ કૈરી અને પૈટ કમિન્સ તેના વાઈસ કેપ્ટન હશે. ટીમમાં 5 ફાસ્ટ બોલરોને સ્થાન અપાયું છે. બીજી તરફ એડમ જમ્પા અને એશ્ટન એગરને બે સ્પીનર્સ તરીકે ટીમમાં સામેલ કરાયા છે. મોટા સમાચાર એ છે કે, માર્નસ લાબુશેનને વનડે ટીમમાં સ્થાન મળવાના છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ: આરોન ફિન્ચ, સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, માર્નસ લબુચાને, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, ડેવિડ વોર્નર અને એડમ ઝામ્પા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement