શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ પંતને આપી સલાહ, કહ્યું- ધોની બનવાનો પ્રયત્ન ન કર.....
ગિલક્રિસ્ટે કહ્યું કે, હું તુલના કરવામાં વધારે વિશ્વાસ નથી કરતો. મને નથી લાગતું કે, ભારતીય ફેન્સને ધોની સાથે તેની તુલના કરવી જોઈએ.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અપેક્ષા અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. બેટિંગ હોય કે પછી સ્ટમ્પ પાછળની તેની સ્ફૂર્તિ, બંને બાબતોમાં તે નિષ્ફળ નીવડી રહ્યો છે. તેને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવે છે પણ તેની સતત નિષ્ફળતા આ દાવા પર સવાલ ઉઠાવી રહી છે. ટીકાકારો પણ ધોની અને પંત વચ્ચે સરખામણી કરી સવાલો ઉઠાવી રહ્યાં છે. આવામાં દુનિયાના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાં સ્થાન પામનારા ઑસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે પંત અંગે એક મોટું નિવેદન આપ્યું છે અને તેને સલાહ આપી છે.
ગિલક્રિસ્ટે કહ્યું કે, હું તુલના કરવામાં વધારે વિશ્વાસ નથી કરતો. મને નથી લાગતું કે, ભારતીય ફેન્સને ધોની સાથે તેની તુલના કરવી જોઈએ. ધોનીએ પોતાના પ્રદર્શનથી ઉચ્ચ સ્તરના માપદંડો સ્થાપિત કર્યા છે. એક દિવસ કોઈ તેની બરાબરી કરી લે, પણ આવું ભાગ્યે જ શક્ય છે.
આગળ ગિલક્રિસ્ટે કહ્યું કે, રિષભ એક ખુબ જ પ્રતિભાશાળી યુવા ક્રિકેટર છે. આટલા જલદી તેના પર આટલું દબાણ બનાવવાની જરૂરત નથી. એવી આશા રાખવી કે તે દરરોજ ધોની જેવું પ્રદર્શન કરે તે યોગ્ય નથી. રિષભને મારી સલાહ છે કે ધોની પાસેથી જે પણ તું શીખી શકે છે તે બધું શીખી લેજે પણ ધોની બનવાની કોશિશ ન કરતો. કોશિશ કરો કે જેટલું થઈ શકે તેટલું સર્વશ્રેષ્ઠ રિષભ પંત બનો.
ગિલક્રિસ્ટે કહ્યું કે, ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પંતની બેટિંગે તેને પ્રભાવિત કર્યો હતો. જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં પંત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેના બદલે રિદ્ધિમાન સહાને ટીમમાં સમાવાયો હતો.
પંત ત્યારબાદ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી20માં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. બેટિંગમાં તેણે 27 રનની ધીમી ઈનિંગ રમી અને બાદમાં વિકેટકીપિંગમાં બે-ત્રણ ચાન્સ ગુમાવતા ફરી વખત તેની ટિકા થવા લાગી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion