શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે આજે મહામુકાબલો, જે હારશે તે ફસાશે, જાણો વિગતે
આજની મેચ ઇંગ્લેન્ડ હારશે તો આગળની પરિસ્થિતિ મુશ્કેલ બની જશે, કેમકે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જીતવુ જરૂરી બની જશે
નવી દિલ્હીઃ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં આજે વર્લ્ડકપનો મહામુકાબલો થશે. વર્લ્ડકપની બે મહાન ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને સામને ટકરાશે. આજે જે ટીમ હારશે તે ફસાઇ જશે. ઓસ્ટ્રેલિયાનું વર્લ્ડકપમાં દમદાર પ્રદર્શન રહ્યું છે જ્યારે બે મેચો હારીને ઇંગ્લેન્ડનું ગણિત ફરી ગયુ છે.
વર્લ્ડકપમાં બન્ને ટીમોની વાત કરીએ તો અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 7 મુકાબલા થયા છે, જેમાં 5માં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે, જ્યારે ઇંગ્લેન્ડ માત્ર 2 જ જીત નોંધાવી શક્યુ છે. લૉર્ડ્સ ગ્રાઉન્ડમાં બપોરે 3 વાગે મેચ શરૂ થશે.
વર્લ્ડકપ 2019, આજની મેચ ઇંગ્લેન્ડ માટે જીતવી જરૂરી છે, પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ ચોથા સ્થાને છે, 6 મેચોમાંથી 4 જીત સાથે 8 પૉઇન્ટ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 6 મેચોમાંથી 5 જીતીને 10 પૉઇન્ટ સાથે બીજી સ્થાને છે.
આજની મેચ ઇંગ્લેન્ડ હારશે તો આગળની પરિસ્થિતિ મુશ્કેલ બની જશે, કેમકે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જીતવુ જરૂરી બની જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આજની મેચ હરશે તો પૉઇન્ટ ટેબલમાં નીચે આવી જશે, જેથી આગળની પૉઝિશન માટે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ જીતવી જરૂરી છે.
Bangladesh ???? ➡️ 5️⃣th.#CWC19 | #RiseOfTheTigers pic.twitter.com/FyOijaBKDi
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement