પુરુષો ટીમે પણ નથી કર્યુ એવુ પરાક્રમ આ મહિલા ક્રિકેટ ટીમ કર્યુ, સળંગ જીતી લીધી આટલી બધી વનડે મેચો, જાણો વિગતે
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવીને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. ટીમે આ મેચમાં જીતની સાથે જ વર્લ્ડ ક્રિકેટમાં એક ઐતિહાસિક પરાક્રમ કર્યુ છે. ટીમે સળંગ 22 વનડે જીતવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવીને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. ટીમે આ મેચમાં જીતની સાથે જ વર્લ્ડ ક્રિકેટમાં એક ઐતિહાસિક પરાક્રમ કર્યુ છે. ટીમે સળંગ 22 વનડે જીતવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ આ એક એવો રેકોર્ડ છે જે કોઇપણ દેશની પુરુષ ટીમ પણ હજુ સુધી નથી કરી શકી.
આ પહેલા સળંગ સૌથી વધુ વનડે મેચો જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની જ પુરુષ ટીમના નામે હતો, જેને સતત 21 વનડે મેચો જીતી હતી. કાંગારુ ટીમનો આ સફર 12 માર્ચ, 2018થી શરૂ થયો છે. ઓસ્ટ્રલિયન ક્રિકેટ બોર્ડે મહિલા ટીમને અભિનંદન આપતા એક ખાસ ટ્વીટ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કર્યુ હતુ. જેમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સફરને બતાવી છે. ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ બોર્ડે લખ્યું- ઓસ્ટ્રેલિયનોનો વનડેમાં વર્લ્ડ રેકોર્ડ, 12 માર્ચ 2018થી આજ સુધીનો.....
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરી, કીવી ટીમ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની શાનદાર બૉલિંગ સામે 48.5 ઓવરોમાં ઓલઆઉટ થઇને 212 રન બનાવી શકી. ટીમ તરફથી ઓપનર બેટ્સમેન લૉરેન ડાઉને સર્વાધિક 90 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન એમી સેટર્થવેટે 32 અને એમેલિયા કેરે 33 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની જેમ મેઘન સ્કૂટે સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ત્રણ વિકેટ નિકોલા કૈરીને પણ મળી હતી.
213 રનોના સ્કૉરનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી અને ટીમને પહેલો ઝટકો રશેલ હેયનેસના રૂપમાં 23 રનો પર જ લાગ્યો હતો. પરંતુ આ પછી વિકેટકીપર એલિસા હીલી, ઓલરાઉન્ડર એલિસ પેરી અને એશલેગ ગાર્ડનરની શાનદાર ફિફ્ટીના દમ પર કાંગારુ ટીમે આ લક્ષ્યને 39મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. બન્ને ટીમોની વચ્ચે હવે વનડે સીરીઝની બીજી મેચ 7 એપ્રિલે રમાશે.