શોધખોળ કરો
T-20માં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો આ ખેલાડી, કહ્યું- જાડેજા છે મારો ફેવરિટ ખેલાડી, તેની પાસેથી ઘણું શીખ્યો
ત્રણ ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચમાં એગર 4 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેના કારણે 196 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 89 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાનો 107 રનથી વિજય થયો હતો. એગરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
જોહાનિસબર્ગઃ ઓસ્ટ્રેલિયાના સ્પિનર એશ્ટન અગરે દક્ષિણ આફ્રિકા સામે મોટી ઉપલબ્ધિ મેળવી હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ ટી-20માં અગરે હેટ્રિક લીધી હતી અને તે ઓસ્ટ્રેલિયા તરફથી ટી-20માં હેટ્રિક લેનારો માત્ર બીજો બોલર બન્યો હતો. તેણે આઠમી ઓવરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. અગરે ફાફ ડુપ્લેસિસ, ફેહલુકવાયો અને ડેલ સ્ટેનને આઉટ કર્યો હતા. મેચ બાદ તેણે જીતનો શ્રેય રવિન્દ્ર જાડેજાને આપ્યો હતો.
જાડેજા જેવો ઓલરાઉન્ડર બનવા માંગુ છું
મેચ બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, હું જાડેજાના રોકસ્ટાર માનું છું. તે મારો ફેવરિટ ખેલાડી છે અને હું તેના જેવો ઓલરાઉન્ડર બનવા માંગુ છું. તેણે મને જરૂરી વાતો જણાવી હતી. તે બેટિંગથી ધમાલ મચાવી શકે છે. ચમત્કારી ફિલ્ડર છે અન કોઈપણ બોલને ટર્ન કરાવી શકે છે. તે કંઈ પણ કરી શકે છે. મેદાન પર તેની હાજરી રોમાંચ જગાવે છે. જાડેજાનો આત્મવિશ્વાસ ગજબનો છેય
ક્યારે થઈ હતી જાડેજા સાથે મુલાકાત એગર ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ગત વર્ષે ભારત પ્રવાસે આવ્યો હતો. જોકે ત્રણ મેચની વન સીરિઝમાં તેને ખાસ સફળતા મળી નહોતી. તેણે 5.60ની સરેરાશથી બે વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની જાડેજા સાથે લાંબી મુલાકાત થઈ હતી, જેમાં જાડેજાએ તેને જરૂરી ટિપ્સ આપી હતી.✅ Second ???????? bowler to take a T20I hat-trick ✅ Second ???????? bowler to take a T20I five-for
No surprise about who is tonight's Player of the Match! ???? #SAvAUS pic.twitter.com/Jm7pki2SqU — ICC (@ICC) February 21, 2020
24 રનમાં લીધી 5 વિકેટ ત્રણ ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચમાં એગર 4 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેના કારણે 196 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 89 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાનો 107 રનથી વિજય થયો હતો. એગરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. INDvNZ 1st Test: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- બે દિવસથી સૂતો નથી, તેથી ઘાતક બોલિંગ નથી કરી શકતો દિલ્હીની આ હોટલના રૂમમાં રોકાશે USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા, જાણો વિગત પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પના કાર્યક્રમને લઈ થનારા ખર્ચ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર, જાણો વિગતAgar finishes with 5-24 from his four overs, the best bowling figures by an Australian in men's T20 internationals #SAvAUS
— cricket.com.au (@cricketcomau) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement