શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પના કાર્યક્રમને લઈ થનારા ખર્ચ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર, જાણો વિગત
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. કયા મંત્રાલયે સમિતિને આટલા રૂપિયા આપ્યા તે શું દેશને જાણવાનો હક નથી ? સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે ?
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પત્ની મલાનિયા અને પુત્રી ઈવાન્કા તથા જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી કરશે. અમદાવાદમાં આગમન બાદ તેઓ 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. પરંતુ આ રૂપિયા એક સમિતિ દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સમિતિના સભ્યોને ખબર નથી કે તેઓ તેના સભ્ય છે. કયા મંત્રાલયે સમિતિને આટલા રૂપિયા આપ્યા તે શું દેશને જાણવાનો હક નથી ? સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે ?
કોંગ્રેસના સવાલ પર પલટવાર કરતાં ભાજપે કહ્યું, ટ્રમ્પનો પ્રવાસ વિશ્વના સૌથી મોટા અને જૂના લોકતંત્રોની મુલાકાત છે. આ સ્થિતિમાં કોંગ્રેસ કેમ ખુશી વ્યક્ત નથી કરતી. ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું, વૈશ્વિક સ્તર પર ભારતનું કદ વધવાથી કોંગ્રેસ નારાજ કેમ છે. ભારત અને અમેરિકાના સંબંધોમાં આ ઐતિહાસિક ક્ષણ છે. મારી કોંગ્રેસને સલાહ છે કે તેઓ દેશની ચિંતા કરવાના બદલે રાષ્ટ્રની ઉપલબ્ધિઓ પર ગર્વ કરે.
ટ્રમ્પના અમદાવાદના સાડા ત્રણથી ચાર કલાકના કાર્યક્રમમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ ખર્ચ કોણ કરી રહ્યું છે ? ખર્ચ સરકાર આપશે કે અન્ય કોઈ ઉઠાવી રહ્યું છે ? જેને લઈ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હાઈ પ્રોફાઈલ પબ્લિક ઈવેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ખાનગી સંસ્થા અંગે લોકોને ખૂબ ઓછી જાણકારી છે.
INDvNZ 1st Test: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- બે દિવસથી સૂતો નથી, તેથી ઘાતક બોલિંગ નથી કરી શકતો
દિલ્હીની આ હોટલના રૂમમાં રોકાશે USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement