શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનારો ક્રિકેટર બન્યો આ ખેલાડી, જાણો વિગત
દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન રહમત શાહે સદી ફટકારી હતી. જેની સાથે જ તે અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ઢાકાઃ બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચે આજથી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. 70 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 197 રન છે.
આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન રહમત શાહે સદી ફટકારી હતી. જેની સાથે જ તે અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. 98 રન પર હતો ત્યારે ચોગ્ગો ફટકારીને શાહે સદી પૂરી કરી હતી અને તે પછીનો બોલ પર જ આઉટ થઈ જતાં સદીનો જશ્ન લાંબો સમય સુધી મનાવી શક્યો નહતો.
આ પહેલા પણ અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ રહમત શાહના નામે હતો. તેણે આયર્લેન્ડ સામે 98 રનની ઈનિંગ રમી હતી.
બાંગ્લાદેશ સામે રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, તોડ્યો 15 જૂનો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત બરેલી પોલીસનું કારનામું, કારચાલકને હેલમેટ ન પહેરવા પર ફટકાર્યો 500નો દંડFirst Test centurions for –
🇦🇺 ➔ Charles Bannerman 🇧🇩 ➔ Aminul Islam 🏴 ➔ WG Grace 🇮🇳 ➔ Lala Amarnath 🍀 ➔ Kevin O'Brien 🇳🇿 ➔ Stewie Dempster 🇵🇰 ➔ Nazar Mohammad 🇿🇦 ➔ Jimmy Sinclair 🇱🇰 ➔ Sidath Wettimuny 🌴 ➔ Clifford Roach 🇿🇼 ➔ Dave Houghton 🇦🇫 ➔ RAHMAT SHAH 👏👏 pic.twitter.com/aeeA9L9M13 — ICC (@ICC) September 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement