શોધખોળ કરો
Advertisement
એશિયાના સૌથી મોટા ઓલરાઉન્ડર પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, હવે થશે કેસ
બીસીબીના ખેલાડીઓ સાથે કરારો અનુસાર, રાષ્ટ્રીય કરાર અંતર્ગત આવનારા ક્રિકેટર ટેલિકૉમ કંપની સાથે નથી જોડાઇ શકતા
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ની શર્તોનુ ઉલ્લંઘન કરવાના મામલે બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને કારણ બતાવો નોટિસ ફટકારી છે. શાકિબે બોર્ડની શરતોનુ ઉલ્લંઘન કરીને તાજેતરમાં જ એક એમ્બેસેડર તરીકે ગ્રામીણફોન કંપની સાથે જોડાયો છે, આ એક રીતે બોર્ડ સાથે છેતરપિંડી કરી હોવાનુ કહેવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશનો સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનને એશિયાનો સૌથી મોટો ઓલરાઉન્ડર પણ માનવામાં આવે છે.
બીસીબીના ખેલાડીઓ સાથે કરારો અનુસાર, રાષ્ટ્રીય કરાર અંતર્ગત આવનારા ક્રિકેટર ટેલિકૉમ કંપની સાથે નથી જોડાઇ શકતા. બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે જો શાકિબે સંતોષકારક જવાબ ના આપ્યો તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તેમના મતે પ્રમાણેના કોણપણ જાતના કરારો ખેલાડીઓ ટેલિકૉમ કંપનીઓ સાથે નથી કરી શકતા, આ નિયમ અમારા કરારપત્રમાં સ્પષ્ટ લખેલો છે. જો આ મામલે યોગ્ય સમાધાન ના મળ્યુ તો અમે કોઇને નહીં છોડીએ, અમે શાકિબ અને કંપની બન્નેને વળતર આપવાનું કહીશુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement