શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BCCIએ આ ભારતીય ક્રિકેટર પર લગાવ્યો બે વર્ષ માટે પ્રતિબંધ, જાણો વિગત
બીસીસીઆઈએ જાણાવ્યું કે રામ નિવાસ યાદવે એકથી વધુ વખત જન્મના પ્રમાણપત્ર બોર્ડમાં જમા કરાવ્યા હતા અને ખોટી ઉંમર બતાવીનેઓછી એજવાળા ગ્રુપમાં રમવાનો ફાયદો ઉઠાવ્યો હતો.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલે દિલ્હીના એક ક્રિકેટરને બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હીના ક્રિકેટર પ્રિન્સ રામ નિવાસ યાદવને પોતાની ખોટી ઉંમર દર્શાવવાના કારણે ઘરેલુ ક્રિકેટમાં પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રિન્સ પર પોતાની ઉમરને લઈને અંડર 19 ટૂર્નામેન્ટમાં છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
વાસ્તવામાં પ્રિન્સ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)માં 2018-19માં અંડર -19 એજ ગ્રુપ કેટેગરીમાં સામેલ થયો હતો ત્યારબાદ ફરી 2019-20માં પણ તેમ કર્યું હતું. સતત એક જ ઉંમર બોર્ડની સામે રજુ કરવાના કારણે બોર્ડે તેના વિરુદ્ધ એક્શન લીધાં હતા.
પ્રિન્સનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જન્મનું પ્રમાણપત્ર જમા કરાવ્યું. તેણે હાલમાં જમાં કરાવેલા પ્રમાણપત્રમાં જન્મ તારીખ 12 ડિસેમ્બર 2001 દર્શાવી છે. જ્યારે બોર્ડે સીબીએસઈ પાસેથી જન્મ પ્રમાણપત્ર તપાસ કરવા સંપર્ક કર્યો ત્યારે તેની વાસ્તવિક જન્મ તારીખ 10 જૂન 1996 હોવાની સામે આવ્યું હતું.
આ મામલે બીસીસીઆઈએ જાણકારી આપી છે કે રામ નિવાસ યાદવે એકથી વધુ વખત જન્મ પ્રમાણપત્ર બોર્ડમાં જમા કરાવ્યા હતા અને ખોટી ઉંમર બતાવીને ઓછી એજવાળા ગ્રુપમાં રમવાનો ફાયદો ઉઠાવ્યો હતો. બે વર્ષ બાદ આ ખેલાડી માત્ર સીનિયર મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી શકે છે.BCCI: As per recently issued birth certificate submitted by Prince Ram Niwas Yadav, his date of birth is 12th Dec 2001. But, BCCI checked records with CBSE & it was found that he had passed Class 10 in 2012 & his actual date of birth is 10th June 1996. https://t.co/s3dl1ppZTY
— ANI (@ANI) December 2, 2019
કયા દેશના ક્રિકેટરોને આઇપીએલ રમવામાં વધુ રસ છે, સામે આવ્યો ચોંકાવનારો આંકડો
Record: આ બૉલરે ડેબ્યૂ મેચમાં જ કર્યો કમાલ, હેટ્રિક લીધી ને એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion