બીસીસીઆઈની ટેકનિકલ કમિટીએ બિહાર અને પૂર્વોત્તરની ટીમને પણ આગામી ઘરેલૂ સત્રમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી રણજી ટ્રોફીમાં ટીમોની સંખ્યા 36 થઈ જશે.
2/4
18 જૂને મળેલ બેઠક બાદ પ્રશાસકોની કમિટીના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે, ઉત્તરાખંડ રણજી ટ્રોફીમાં પર્દાપણ કરશે. નવ સભ્યવાળી સંકલન સમિતિમાં રાજ્યના વિભિન્ન ક્રિકેટ સંઘના છહ સભ્ય અને ઉત્તરાખંડ સરકારની એક વ્યક્તિ સામેલ થશે. તે ઉપરાંત હાલમાં જ રિટાયર થયેલ પ્રોફેસર રત્નાકર શેટ્ટી સહિત બીસીસીઆીના બે પ્રતિનિધી પણ હશે.
3/4
નવી દિલ્હીઃ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી ક્રિકેટ રમવાની માન્યતા માગી રહેલ ઉત્તરાખંડને સોમવારે બીસીસીઆઈએ માન્યતા આપી દીધી છે. લગભગ 18 વર્ષ બાદ ઉત્તરાખંડને ક્રિકેટ રમવાની માન્યતા મળી છે. બીસીસીઆઈએ સોમવારે દિલ્હીમાં મળેલ ચાર એસોસિએશનની બેઠકમાં 8 સભ્યોની વિશેષ સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
4/4
રાયે કહ્યું, ઉત્તરાખંડના બધા વિરોધી સંઘોએ પોતાના વચ્ચે ચાલી રહેલા મતભેદોને ભૂલાવી દીધા છે, જેથી રણજી ટ્રોફીમાં રાજ્યની ટીમની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં બીસીસીઆઈનો પ્રતિનિધિ પણ હશે, તે આવનાર સપ્તાહથી કામ શરૂ કરશે.