IPL 2021ના બાકી બચેલી મેચો યુએઇમાં આ તારીખથી રમાવવાની શરૂ થશે, સામે આવી ડેટ
આઇપીએલની 14મી સિઝનની શરૂઆત 9 એપ્રિલથી મુંબઇ અને ચેન્નાઇમાં થઇ હતી. લગભગ 25 દિવસ સુધી બીસીસીઆઇ ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક આયોજિત કરાવવા માટે સફળ રહ્યું, પરંતુ જેવી ટીમો અમદાવાદ અને દિલ્હી પહોંચી ત્યારે એક સાથે કેટલાય ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની અધુરી સિઝનને બીસીસીઆઇ દ્વારા યુએઇમાં રમાડવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. હવે મેચો ક્યારે શરૂ થવાની છે તેની તારીખ પણ સામે આવી છે. આઇપીએલની સિઝન 14ની બાકી બચેલી મેચો આગામી 17 સપ્ટેમ્બરથી ફરીથી રમાવવાની શરૂ થશે. આ જાણકારી એબીપી ન્યૂઝને સુત્રો પાસેથી મળી છે.
એક દિવસ પહેલા બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલની બાકી બચેલી મેચોને યુએઇમાં રમાડવાનો ફેંસલો લીધો હતો. શનિવારે આઇપીએલ 2021ના ફ્યૂચરને લઇને બીસીસીઆઇએ એક મીટિંગ બોલાવી હતી અને ગયા વર્ષની સફળતાને ધ્યાનમાં રાખતા આઇપીએલ 2021ની બાકી બચેલી 31 મેચોની મેજબાની કરવા માટે યુએઇને પસંદ કરવામાં આવ્યુ છે.
આઇપીએલની 14મી સિઝનની શરૂઆત 9 એપ્રિલથી મુંબઇ અને ચેન્નાઇમાં થઇ હતી. લગભગ 25 દિવસ સુધી બીસીસીઆઇ ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક આયોજિત કરાવવા માટે સફળ રહ્યું, પરંતુ જેવી ટીમો અમદાવાદ અને દિલ્હી પહોંચી ત્યારે એક સાથે કેટલાય ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
સિઝન 14માં બાકી છે 31 મેચો.....
બીસીસીઆઇએ બે મેચોને ટાળ્યા બાદ છેવટે 3 મેએ 14મી સિઝનને સ્થગિત કરવાનો ફેંસલો કર્યો હતો કે 14મી સિઝન માટે નવી વિન્ડો શોધશે. લીગ રાઉન્ડ અને પ્લેઓફની કુલ 60 મેચો રમાવવાની છે. ટૂર્નામેન્ટને સ્થગિત થવા સુધી 29 મેચોનુ આયોજન થયુ હતુ. હવે બાકી મેચો બચેલી 31 મેચો યુએઇમાં રમાશે.
જો બીસીસીઆઇ આઇપીએલ સિઝન 14ની બાકી બચેલી મેચોનુ આયોજન નથી કરાવતુ તો તેને લગભગ 3 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન વેઠવુ પડતુ. બીસીસીઆઇએ જોકે, ટૂર્નામેન્ટને ફરીથી શરૂ થવાની તારીખોની જાહેરાત સામે આવી છે. જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે 18 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે આઇપીએલ 14ની બાકી મેચોનુ આયોજન થઇ શકે છે.
IPL: યુએઇમાં આઇપીએલની અધુરી મેચો રમવા કયા-કયા દિગ્ગજ ખેલાડીઓ નહીં આવે
ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 14ની બાકી બચેલી મેચો હવે યુએઇમાં રમાશે, સિઝનની 31 મેચો બાકી બચી છે અને આનુ આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં થવા જઇ રહ્યું છે. યુએઇને વેન્યૂ તરીકે સિલેક્ટ કરવા છતાં બીસીસીઆઇની મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી. રિપોર્ટ્સ છે કે સિઝનની બાકી બચેલી મેચોમાં દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે. રિપોર્ટ્સ અનુસાર, કેન વિલિયમસન, રાશિદ ખાન, ટ્રેન્ટ બૉલ્ટ, કાઇલી જેમીસન, લૂકી ફર્ગ્યૂસ આઇપીએલની 14 સિઝન શરૂ થશે ત્યારે તે પોતાન નેશનલ ટીમમાં જોડાઇ જશે. આફઘાનિસ્તાનને સપ્ટેમ્બરમાં પાકિસ્તાન વિરુદ્ધ સીરીઝ રમવાની છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝમાં વ્યસ્ત રહેશે. આ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધુ છે કે આઇપીએલના બાકી બચેલી મેચો માટે પોતાના ખેલાડીઓને રિલીઝ નહીં કરે. ઇંગ્લેન્ડના 12 ખેલાડી અલગ અલગ આઇપીએલ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે.
ટીમો પર પડી શકે છે ખરાબ અસર.....
એટલુ જ નહીં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની પણ આઇપીએલમાં ભાગ લેવાની સંભાવના ખુબ ઓછી દેખાઇ રહી છે. સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાને બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ ટી20 મેચોની સીરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાના 18 ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યાં છે. હવે એ સ્પષ્ટ નથી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેટલા ખેલાડીઓને આઇપીએલમાં રમવાની પરમીશન આપશે.
મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓને આઇપીએલથી બહાર રહેવાના કારણે માત્ર ટીમોના બેલેન્સ પર જ અસર નહીં થાય પરંતુ સાથે સાથે ટૂર્નામેન્ટના રોમાન્ચમાં પણ ભારે ઘટાડો આવશે. બીસીસીઆઇને જોકે વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે હજુ કોઇ નિવેદન આપ્યુ નથી.
બીસીસીઆઇની શનિવારે થયેલી જનરલ મીટિંગમાં આઇપીએલ સિઝન 14ની બાકી બચેલી મેચોને ભારતમાંથી યુએઇ શિફ્ટ કરવાની જાહેરાત કરી. આઇપીએલની 14મી સિઝન કોરોના વાયરસના કેસો સામે આવવાના કારણે 3જી મેએ સ્થગિત કરી દેવામાં આવી હતી.