શોધખોળ કરો
ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સહિત 4 ટીમો વચ્ચે જલ્દી રમાશે આ મોટી ટુર્નામેન્ટ, ગાંગુલીએ કરી જાહેરાત
સૌરવ ગાંગુલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને અન્ય ટોપ ટીમ 2021માં સુપર સીરિઝ રમશે અને તેની પ્રથમ સીઝનમાં ભારતમાં રમાશે.
![ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સહિત 4 ટીમો વચ્ચે જલ્દી રમાશે આ મોટી ટુર્નામેન્ટ, ગાંગુલીએ કરી જાહેરાત BCCI president Sourav Ganguly reveals Super Series plan with Australia and England ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સહિત 4 ટીમો વચ્ચે જલ્દી રમાશે આ મોટી ટુર્નામેન્ટ, ગાંગુલીએ કરી જાહેરાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/23163456/ganguly.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને અન્ય એક ટોચની ટીમ વચ્ચે ટૂંક સમયમાં ચાર દેશોની વન ડે સુપર સીરિઝ શરૂ થશે. બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી મુજબ, વર્ષ 2021માં વર્લ્ડ ક્રિકેટની ટોપ-4 ટીમો વચ્ચે વન ડે સુપર સીરિઝની શરૂઆત થશે. આ સીરિઝની પ્રથમ સીઝન ભારતમાં રમાશે.
સૌરવ ગાંગુલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને અન્ય ટોપ ટીમ 2021માં સુપર સીરિઝ રમશે અને તેની પ્રથમ સીઝનમાં ભારતમાં રમાશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ તથા અન્ય અધિકારીઓએ ઈસીબીના અધિકારીઓ સાથે લંડનમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ગાંગુલીએ કહ્યું, ઈસીબી સાથે અમારા ઘણા સારા સંબંધ છે અને બેઠક સફળ રહી છે.
આ પહેલા આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2023થી 2031 સુધી તમામ ટોપ ટીમ વચ્ચે વર્ષમાં એક મુખ્ય પ્રસ્તાવિત પ્રવાસ હતો. પરંતુ તેને લઈ હાલ કોઈ સંભાવના જોવા મળી રહી નથી. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામનો વિરોધ કર્યો હતો. હાલ આઈસીસી કોઈપણ દેશને ત્રણથી વધારે ટીમોની ટુર્નામેન્ટના આયોજનને મંજૂરી આપતું નથી.
આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)