શોધખોળ કરો
Advertisement
અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત
બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામની ભલામણ કરી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ અર્જુન એવોર્ડ માટે બે ગુજરાતી સહિત કુલ 4 ક્રિકેટરોના નામની ભલામણ કરી છે. બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામની ભલામણ કરી છે. સીઓએ દ્વારા આજે દિલ્હીમાં મહાપ્રબંધક સબા કરીમ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં કરીમે સીઓએને આ ખેલાડીઓના નામ સુચવ્યા હતા.
25 વર્ષીય બુમરાહ ભારતીય ટીમનો સૌથી મહત્વનો હિસ્સો છે અને આઇસીસી વર્લ્ડ કર 2019માં ટીમના બોલિંગ આક્રમણની કમાન સંભાળશે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિત ટેસ્ટ શ્રેણી જીતાડવામાં તેનો મહત્વનો ફાળો હતો. બુમરાહે અત્યાર સુધીમાં 10 ટેસ્ટમાં 49 વિકેટ ઝડપી છે. જ્યારે 49 વન ડેમાં 85 વિકેટ અને 42 ટી20માં 51 વિકેટ લીધી છે. બુમરાહનો સાથી મોહમ્મદ શમી પણ વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમનો સભ્ય છે. શમી છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. જેના કારણે તેને વન ડેમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.શમીએ 40 ટેસ્ટમાં 144 અને 63 વન ડેમાં 113 વિકેટ લીધી છે. સૌરાષ્ટ્રનો સ્પીન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વર્લ્ડકપ 2019ની ટીમમાં પસંદગ કરવામાં આવે છે. જાડેજાએ 41 ટેસ્ટમાં 192 વિકેટ લીધી છે. જ્યારે 151 વન ડે ઇન્ટરનેશનલમાં 174 અને 40 ટી20માં 31 વિકેટ ઝડપ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી પૂનમ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણી ઇંગ્લેન્ડમાં રમાયેલા ગત વર્લ્ડકપમાં ટીમનો મહત્વનો હિસ્સો હતી. 27 વર્ષીય લેગ સ્પિનર પૂનમે 41 મહિલા વન ડે ઇન્ટરનેશનલમાં 63 અને 54 ટી20માં 74 વિકેટ ઝડપી છે.Board of Control for Cricket in India (BCCI) has recommended Poonam Yadav, Mohammed Shami, Jasprit Bumrah and Ravindra Jadeja for Arjuna Award. pic.twitter.com/7I3osdqy0M
— ANI (@ANI) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ખેતીવાડી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion