શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન રોયલ્સને મોંઘો પડ્યો આ ખેલાડી, 1 રન 10 રૂપિયામાં પડ્યો!
રાજસ્થાને આ વખતે પણ સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો. સ્ટોક્સ આ IPLમાં કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યો.
નવી દિલ્હીઃ આઈપીએલ 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવીએ કે આઈપીએલ હરાજીમાં સામેલ સૌથી મોંઘા ખેલાડીઓમાં તેનું જ નામ છે.
રાજસ્થાને આ વખતે પણ સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો. સ્ટોક્સ આ IPLમાં કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યો. તે આ સિઝનમાં સૌથી વધુ નિષ્ફળ રહેલા સ્ટાર પ્લેયર્સની યાદીમાં છે.
સ્ટોક્સે આ સિઝનમાં 9 મેચ રમી જેમાં તેણે ફક્ત 20.50 રનની સરેરાશથી 123 રન બનાવ્યા. તેણે 11.22 રનની એવરેજથી 6 વિકેટ લીધી. જો રનનો હિસાબ લગાવવામાં આવે તો સ્ટોક્સનો એક રન રાજસ્થાનને 10 લાખ રૂપિયાથી વધુમાં પડ્યો.
સ્ટોક્સ ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ 2019ની ટીમ સાથે જોડાવા માટે IPLમાંથી જતો રહ્યો છે. તે હવે ટીમના ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે અને બાદમાં પાકિસ્તાન વન-ડે અને ટી20 સિરીઝમાં રમશે. રાજસ્થાનની ટીમ માટે રમનારા ઈંગ્લેન્ડના અન્ય બે પ્લેયર જોઝ બટલર અને જોફ્રા આર્ચર પણ ઈંગ્લેન્ડ પરત ફરી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement