શોધખોળ કરો
Advertisement
બિગ બેશ લીગઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ મેદાન પર સાથી ખેલાડીને આપી ગાળને પછી.........
મેલબર્ન સ્ટાર્સ માટે ઓપનિંગ કરનારા માર્કસ સ્ટોઈનિસે સાથી ખેલાડી કેન રિચર્ડસનને ગાળ આપી હતી. જેના કારણે તેના પર 7,500 ડોલર (આશરે 5,38,207 ભારતીય રૂપિયા)નો દંડ લગાવવામાં આવ્યો છે.
સિડનીઃ ક્રિકેટના મેદાન પર ખેલાડીઓન અભદ્ર વ્યવહારના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હંમેશા આલોચનાનું શિકાર બનવું પડે છે. આ કડીમાં ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બિગે બેશ લીગમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી માર્કસ સ્ટોઈનિસનું નામ જોડાયું છે. મેલબર્ન સ્ટાર્સ માટે ઓપનિંગ કરનારા માર્કસ સ્ટોઈનિસે સાથી ખેલાડીને ગાળ આપી હતી. જેના કારણે તેના પર 7,500 ડોલર (આશરે 5,38,207 ભારતીય રૂપિયા)નો દંડ લગાવવામાં આવ્યો છે.
ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ
પોતાની ભૂલનો સ્વીકાર કરતાં સ્ટોઈનિસે કહ્યું, હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. મેં જે કર્યુ તે ખોટું હતું. હું કેન રિચર્ડસન અને એમ્પાયર બંનેની માફી માંગુ છું. હું એમ પણ સ્વીકારું છું કે, સાથી ખેલાડી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે ખોટો હતો.
…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ
મેદાન પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના આ પ્રકારના વ્યવહારને લઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સુરક્ષા અધિકારી સીન કૈરોલે કહ્યું, આ પ્રકારના વર્તનથી ક્રિકેટનું સ્તર નીચે આવ્યું છે. આવી ઘટનાને રમતમાં કોઈ સ્થાન નથી.
IND v SL: આજે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
બે મહિના પહેલા પણ ફાસ્ટ બોલર જેમ્સ પેટિંસન પર પણ આ પ્રકારના વિવાદ માટે એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેણે માર્શ શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં ક્વિન્સલેંડ સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ બંનેએ લેવલ 2નો અપરાધ કર્યો હતો. જે અંતર્ગત 10,000 ડોલર સુધીનો દંડ લાગી શકે છે. જે એક ટેસ્ટ મેચના સસ્પેંશન બરાબર હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
સુરત
Advertisement