શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ
પૂર્વ વાયુસેના ચીફ બીએસ ધનોઆએ IIT બોમ્બેના એક કાર્યક્રમમાં જણાવ્યું, જો વિંગ કમાંડર અભિનંદન મિગ-21 લડાકુ વિમાનના બદલે રાફેલ જેટ ઉડાવી રહ્યા હોત તો પરિણામ અલગ જ હોત. અભિનંદન રાફેલ કેમ નહોતા ઉડાવતા ? કારણકે કયુ વિમાન ખરીદવું તે ફેંસલો લેવામાં 10 વર્ષ લાગી ગયા હોત.
![…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ Wing Commander Abhinandan Varthaman been flying a Rafale instead of a MiG 21 BS Dhanoa …જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/05090145/abhinandan-varthman.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ગત વર્ષે ભારતની સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના વિમાનને ભગાડતી વખતે કેપ્ટન અભિનંદન પાસે મિગના બદલે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોત, પૂર્વ વાયુસેના ચીફ બીએસ ધનોઆએ IIT બોમ્બેના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. ડિફેન્સ ડિલમાં થઈ રહેલા રાજકારણ અને તેના કારણે થતાં વિલંબને લઈ તેમણે આ નિવેદન આપ્યું હતું. મુંબઈમાં એક કાર્યક્રમમાં પૂર્વ એર ચીફ માર્શલે રાફેલ વિવાદનો ઉલ્લેખ કરી રહ્યું, આ કારણે રક્ષા પૂરવઠો પ્રભાવિત થાય છે અને તેનાથી સેનાની ક્ષમતા પર અસર પડે છે.
તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મોદી સરકારેને ક્લિન ચિટ આપવાનો એક સારો ફેંસલો કર્યો હતો. મારું અંગત રીતે માનવું છે કે, જ્યારે રાફેલ જેવો મુદ્દો ઉછાળવામાં આવશે, તમે રક્ષા ખરીદ પદ્ધતિને રાજકીય રંગ આપશો ત્યારે પૂરી સિસ્ટમ ખોરંભાઈ જાય છે. રાજીવ ગાંધીના કાર્યકાળમાં પણ બોફોર્સ તોપને લઈ વિવાદ થયો હતો, જોકે તે સારી ક્વોલિટીની હતી. લોકોને વિમાનોની કિંમત પૂછવાનો અધિકાર છે, કારણકે તેમાં કરદાતાઓના રૂપિયા લાગેલા હોય છે.
તેમણે જણાવ્યું, જો વિંગ કમાંડર અભિનંદન મિગ-21 લડાકુ વિમાનના બદલે રાફેલ જેટ ઉડાવી રહ્યા હોત તો પરિણામ અલગ જ હોત. અભિનંદન રાફેલ કેમ નહોતા ઉડાવતા ? કારણકે કયુ વિમાન ખરીદવું તે ફેંસલો લેવામાં 10 વર્ષ લાગી ગયા હોત. તેથી આ પ્રકારનો વિલંબ તમને પ્રભાવિત કરે છે. પીએમ મોદીએ પણ ગત વર્ષે માર્ચમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા નાશ કરવા માટે ભારત પાસે રાફેલ લડાકુ વિમાન હોત તો તેનું પરિણામ અલગ જ હોત.
ગત વર્ષે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં CRPF કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ એરસ્ટ્રાઇક કરીને 200થી વધુ આતંકી ઠાર કર્યા હતા. જે બાદ 27 ફેબ્રુઆરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સ્થિત ભારત પર હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ ભારતે પાકિસ્તાનની કોશિશ નિષ્ફળ બનાવી હતી. મિગ-21 ઉડાવી રહેલા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના વિમાનનો પીછો કરતી વખતે પાકિસ્તાનની સરદહમાં જતા રહ્યા હતા. જોકે આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું એફ-16 લડાકુ વિમાન તોડી પાડ્યું હતું અને પરત ફરતી વખતે એલઓસીમાં તેમનું મિગ ક્રેશ થઈ ગયું હતું અને પાકિસ્તાને પકડી લીધા હતા. પરંતુ ગણતરીના કાલકો બાદ પાકિસ્તાને વિંગ કમાંડર અભિનંદનને છોડી દીધા હતા.
ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ
IND v SL: આજે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
સોનમ કપૂરનું ટ્વિટ થયું વાયરલ, લખ્યું- રૂઢિવાદીઓ માટે વોટ ન કરો, કારણકે......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
સ્પોર્ટ્સ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion