બ્રિસ્બેન: ક્રિકેટમાં નવા નવા પ્રયોગ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ક્રિકેટને વધુ રોચક બનાવવા માટે કેટલાક પંરપરાગત નિયમોને હવે અલવિદા કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ટી-20 લીગમાં બુધવારે મેચ પહેલા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. જેને જોઈને ક્રિકેટ ચાહકો પણ દંગ રહી ગયા.
2/4
આ મેચ પહેલા જ્યારે બન્ને ટીમના કેપ્ટન ક્રિસ લિન(બ્રિસ્બેન હીટ) અને કોલિન ઇનગ્રામ(એડલેડ સ્ટ્રાઇકર) મેદાન પર ટોસ માટે આવ્યા ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ મેચમાં ટૉસ સિક્કો ઉછાળીને નહીં પરંતુ બેટ ઉછાળીને શરૂ કરવામાં આવી હતી.
3/4
ઓસ્ટ્રેલિયામાં 19 ડિસેમ્બરે પ્રતિષ્ઠિત ઓસ્ટ્રેલિયાઇ બિગ બેશ લીગ(BBL)નો પ્રારંભ થયો છે. આ ટી-20 લીગની આઠમી સીઝનની શરૂઆત બ્રિસ્બેન હીટ અને એડિલેડ સ્ટ્રાઇકર ટીમ વચ્ચે મુકાબલો થયો.
4/4
બન્ને ટીમોના કેપ્ટન સામે પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર મેથ્યૂ હેડને બેટ ઉછાળીને ટોસ કર્યો અને એડિલેડ સ્ટ્રાઇકરના કેપ્ટન કોલિન ઇનગ્રામે બેટિંગ વાળો ઐતિહાસિક ટોસ જીત્યો હતો અને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.