શ્રીસંતે કહ્યું કે, હું માનું છું કે હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો હતો. મેચ બાદ જ્યારે તે ભજ્જી સાથે હાથ મીલાવવા આગળ વધ્યો તો ભજ્જીએ હાથ ન મીલાવીને ઉંધો હાથ તેના ગાલ પર માર્યો. તેણે કહ્યું કે, થપ્પડ સીધા હાથે મારવામાં આવે છે, ન કે ઉંધા હાથે અને તેને થપ્પડ ન કરી શકાય.
2/4
જોકે ભજ્જીએ ત્યારે જ પોતાના આ વ્યવહાર માટે માફી માગી હતી. એટલું જ નહીં ભજ્જીએ ઘણી વખત તેને પોતાની કારકિર્દીની મોટી ભૂલ ગણાવી ચૂક્યા છે. જોકે આ ઘટનાના 10 વર્ષ બાદ બિગ બોસમાં શ્રીસંતે ખુલાસો કર્યો છે કે હરભજને હકીકતમાં તેને મજબૂતીથી હિટ કર્યો હતો પરંતુ તે થપ્પડ ન હતી.
3/4
2008 આઈપીએલની પ્રથમ સીઝનમાં નેશનલ ટીમના પોતાના સાથી હરભજન સિંહ સાથે લડાઈ અને થપ્પડ કાંડ પર શ્રીસંતે કહ્યું કે, હરભજને તેને થપ્પડ મારી ન હતી. નોંધનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હરભજન સિંહે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા શ્રીસંતને થપ્પડ મારી હતી. ત્યાર બાદ શ્રીસંદ મેદાન પર જ રડવા લાગ્યો હતો. આ થપ્પડ પર ખૂબ જ વિવાદ થયો હતો અને હરભજનને કેટલાક મેચનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
4/4
નવી દિલ્હીઃ ક્રિકેટથી દૂર થયેલ શ્રીસંત હાલમાં બિગ બોસના ઘરમાં છે, જ્યાં તે બરાબરની ટક્કર આપી રહો છે. 2007 ટી20 અને 2011 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો રહેલ શ્રીસંતે જ્યારે આ ઘરમાં એન્ટ્રી કરી હતી ત્યારથી બધાની નજર તેના પર ટકી છે. બધાને આશા હતી કે તે ક્રિકેટ સાથે જોડાયેલ પોતાના સંબંધ, વિવાદો વિશે ખુલાસો કરશે અને હવે તેણે પોતાના થપ્પડ કાંડ પર ખુલાસો કર્યો છે.