બ્રેયરલીએ કોહલીને દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવતા કહ્યું કે, આવું તેની આક્રમકતાના કારણે છે. કોહલીએ પહેલી ટેસ્ટમાં 149 અને 51 રનની ઇનિંગ રમી હતી, પણ ભારતીય ટીમ આ ખાસ મેચમાં 31 રનથી હારી ગઇ હતી. જોકે, બ્રેયરલીએ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ પર પહોંચવા બદલ ભારતીય ટીમની પ્રસંશા કરી છે.
2/6
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક બ્રેયરલીએ ભારતીય કેપ્ટન કોહલીની પ્રસંશા કરી છે. બ્રેયરલીએ કહ્યું કે, ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેવા બેસ્ટ અને ઘાતક બેટ્સમેન નથી, જોકે, સમજદાર ખેલાડી છે. રૂટ કોહલીની જેમ સારી શરૂઆતને મોટા સ્કૉરમાં ફેરવી નથી શકતો.
3/6
4/6
બ્રેયટલીએ કહ્યું કે ‘કોહલીની સરખામણીમાં રૂટમાં સારી શરૂઆતને મોટા સ્કૉરમાં ફેરવવાની એવરેજ ઓછી છે, પણ મને લાગે છે કે, એક સારો બેટ્સમેન છે અને હું તેને સારો બનતા જોવા માગું છું.'
5/6
6/6
બ્રેયરલીએ કહ્યું કે રૂટ કોહલીથી અલગ છે. તે શાનદાર અને સમજદાર બેટ્સમેન છે, પણ કોહલી સાથે સરખામણી કરવી યોગ્ય નથી. કોહલી એક ઘાતક અને શાનદાર બેટ્સમેન છે. તે સમજી વિચારીને રમવા વાળો ખેલાડી છે.