World Cup: શું ફાઇનલ મેચમાં ટોસ એક મોટું ફેટક્ટર બની શકે છે જીત માટે, જાણો રોહિત શર્માએ શું આપ્યો જવાબ
વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને બોલિગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસનું ફેક્ટર જીત માટે કેટલું મહત્વનું એ વિશે રોહિત શર્માએ શું કહ્યું હતું જાણીએ
World Cup:ઓડીઆઈ ક્રિકેટ વર્લ્ડ કપ (ઓડીઆઈ વર્લ્ડ કપ 2023)ની ફાઈનલ રવિવારે 19 નવેમ્બર એટલે કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ વાતનો કંઇક આવો જવાબ આપ્યો હતો.
રોહિત શર્માએ શનિવારે સતત બીજા દિવસે પીચ જોઈ. તેને લાગ્યું કે 14 ઓક્ટોબરે જે ટ્રેક પર પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ યોજાઈ હતી તેનાથી તે જરા અલગ છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીચ વિશે પૂછવામાં આવતા રોહિત શર્માએ કહ્યું, "તે વિકેટ (પાકિસ્તાન સાથેની રમત માટે) પર કોઈ ઘાસ નહોતું. પર હાલ થોડું ઘાસ છે. તે અગાઉની વિકેટ કરતાં સૂકી લાગે છે. પરંતુ મારી સમજણથી તે સ્પષ્ટ છે કે તે થોડી ધીમી હશે."
રોહિત શર્માએ કહ્યું, "તે વધારે બદલાશે નહીં, જો કેતે વધારે સારૂ રહેશે કે મેચના દિવસે પિચ જોવી અને બાદ અનુમાન લગાવો વધુ સારો અને યોગ્ય રહે છે.
જ્યારે રવિચંદ્રન અશ્વિનને રમવાના વિકલ્પ વિશે પૂછવામાં આવ્યું અને વિજેતા પ્લેઈંગ ઈલેવન સાથે ચેડાં ન કરવા અંગે રોહિત શર્માએ કહ્યું, "આ કંઈક એવું છે. જેને લાંબા સમયથી અમે જાળવી રાખ્યું છે. અમે આ પહેલા પણ કર્યું છે. આ અમારા માટે કંઈ નવું નથી. જો કે મેચના દિવસે પિચ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે કે. ખેલાડીઓને તેની જાણ છે."
ઝાકળની કેવી અસર થાય છે?
બેટિંગ પહેલા અને પછીના સવાલ પર રોહિત શર્માએ કહ્યું, “તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. મને ખબર નથી કે ઝાકળની કેટલી અસર થશે. અમે પ્રેકટિસ દરમિયાન રમતા હતા ત્યારે ઘણું ઝાકળ પડ્યું હતું, પરંતુ પાકિસ્તાન સાથેની મેચના દિવસે ઝાકળ નહોતું. થોડા દિવસો પહેલા પણ અમે વાનખેડે ખાતે પ્રેકટિસ કરી રહ્યા હતા ત્યારે ઘણું ઝાકળ પડ્યું હતું, પરંતુ રમતના દિવસે બહુ ઝાકળ પડ્યું ન હતું. એટલા માટે હું કહેતો રહું છું કે ટોસ અહી બિગ ફેકટર નહી હોય.