શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvNZ: ચેતેશ્વર પુજારાને ટેસ્ટ સીરિઝ પહેલા મળી મોટી ભેટ, જાણો વિગતે
ઈંગ્લિશ કાઉન્ટી ટીમ ગ્લૂસ્ટરશાયરે પ્રથમ છ મેચ માટે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાને કરાર બદ્ધ કર્યો છે. ગ્લૂસ્ટરશાયર સાથેનો તેનો કરાર 12 એપ્રિલ થી 22 મે સુધીનો છે.
વેલિંગ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. ભારતે ટી-20 શ્રેણી 5-0થી જીતીને યજમાન ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો, જેનો બદલો તેમણે વન ડે શ્રેણીમાં ભારતને 0-3થી હાર આપીને લીધો હતો. હવે બંને દેશો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં ખરાખરીનો જંગ જોવા મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાશે.
પુજારાને શું મળી ગિફ્ટ
આ પહેલા ઈંગ્લિશ કાઉન્ટી ટીમ ગ્લૂસ્ટરશાયરે પ્રથમ છ મેચ માટે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાને કરાર બદ્ધ કર્યો છે. ગ્લૂસ્ટરશાયર સાથેનો તેનો કરાર 12 એપ્રિલ થી 22 મે સુધીનો છે.ગ્લૂસ્ટરશાયર તેના ટ્વિટર પરથી આ માહિતી આપી હતી.
કરાર બાદ પુજારાએ શું કહ્યું કરાર બાદ પુજારાએ કહ્યું, હું સીઝનમાં ગ્લૂસ્ટરશાય તરફથી રમવાને લઈ ઉત્સાહિત છું. મારા માટે આ મહત્વની વાત છે. ક્લબનો શાનદાર ક્રિકેટ ઈતિહાસ છે અને તેનો હિસ્સો બનવા તથા સફળતામાં યોગદાન આપવાનો મહત્વપૂર્ણ મોકો છે. ક્લબે પુજારાની લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતા પર વિચાર કર્યો હતો. આ કાઉન્ટી ટીમ દાયકામાં પ્રથમ વખત કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન-એકમાં રમી રહી છે.Welcome to Bristol @cheteshwar1 👊🇮🇳 Gloucestershire Cricket is delighted to announce the signing of @BCCI batsman Cheteshwar Pujara for the first six matches of the County Championship!! Read here ⤵️⤵️#GoGlos💛🖤
— Gloucestershire Cricket🏏 (@Gloscricket) February 19, 2020
પુજારાની ટેસ્ટ કરિયર પર નજર પુજારાએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી 75 ટેસ્ટમાં 49.50ની સરેરાશથી 5740 રન બનાવ્યા છે. જેમાં 18 સદી અને 24 અડધી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 206 નોટ આઉટ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ સર્જયો હતો તેમાં પુજારાનો મહત્વનો રોલ હતો. પાકિસ્તાનના આ ખેલાડીએ લખવામાં માર્યો મોટો લોચો, લખ્યું Mother from another brother ને થઈ ગયો ટ્રોલ હાર્દિક પટેલ સામે જાહેર થયું બિન જામીનપાત્ર વોરંટ, જાણો કયો છે કેસ India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બિનેશન, ઈશાંત શર્માની ફિટનેસને લઈ કોહલીએ કરી આ મોટી વાત, જાણો વિગતIndia's Test specialist Cheteshwar Pujara signs up with English county Gloucestershire. #Pujara #County
— Press Trust of India (@PTI_News) February 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion