શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના આ ખેલાડીએ લખવામાં માર્યો મોટો લોચો, લખ્યું Mother from another brother ને થઈ ગયો ટ્રોલ
પાકિસ્તાનનો વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલ અંગ્રેજી ભાષાના અજ્ઞાનને કારણે ટ્રોલ થયો.
લાહોરઃ પાકિસ્તાનનો વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલ ફરી એક વખત સમાચારમાં છે. આ વખતે તે કોઈ હરકતના કારણે નહીં પરંતુ તેના અંગ્રેજી ભાષાના અજ્ઞાનને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેણે કહ્યું હતું કડકડાટ અંગ્રેજી ન જાણવું એ કોઈ ગુનો નથી. જેને લઈ તે ટ્રોલ થયો હતો. પરંતુ આજે તેણે ફરી તેની અંગ્રેજી ભાષાનું અજ્ઞાન જાહેર કર્યુ હતું.
અકમલ કેમ થયો ટ્રોલ
બુધવારે સવારે અકમલે અબ્દુલ રઝાક સાથેની તસવીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું Mother from another brother. ખરેખર આ વાક્ય Brother from another Mother હોવું જોઈતું હતું. ટ્વિટ કર્યાની થોડીવાર અકમલને તેની ભૂલ સમજાઈ હતી. જેને બાદમાં ડિલિટ કરી દીધું હતું. પરંતુ આટલી વારમાં ટ્વિટર યૂઝર્સે સ્ક્રીન શોટ લઈને તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી દીધા હતા. હાલ ટ્વિટર પર #UmarAkmalQuote નંબર એક પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થતાં ઉતારી નાંખ્યા કપડાં
અકમલના ટ્વિટ બાદ લોકોએ ફની મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. ઈન્ટરનેશનલ ટીમમાં સ્થાન બનાવવા સંઘર્ષ કરી રહેલો ઉમર અકમલનો થોડા દિવસ પહેલા નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ થયો હતો. જેમાં તે નિષ્ફળ ગયો હતો. ગુસ્સામાં અકમલે ફિટનેસ ટ્રેનર સામે જ કપડાં ઉતારી નાંખ્યા હતા. જે બાદ તેણે ટ્રેનરને ગુસ્સામાં પૂછ્યું કહો કે હું ક્યાંથી જાડો છું?
કેવી છે કરિયર
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફિટ ન હોવાના કારણે ટીમ મેનેજમેન્ટે તેને ઈંગ્લેન્ડથી પાકિસ્તાન મોકલી દીધો હતો. ઉમર અકમલે 16 ટેસ્ટમાં 1 સદી અને 6 અડધી સદીની મદદથી 1003 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર 129 રન છે. જ્યારે 121 વન ડેમાં 2 સદી અને 20 અડધી સદીની મદદથી 3194 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. 84 ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 1690 રન ફટકાર્યા છે. ટી-20માં અકમલનો સર્વોચ્ચ સ્કોર 94 રન છે.
હાર્દિક પટેલ સામે જાહેર થયું બિન જામીનપાત્ર વોરંટ, જાણો કયો છે કેસ
India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બિનેશન, ઈશાંત શર્માની ફિટનેસને લઈ કોહલીએ કરી આ મોટી વાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement